નગરપાલિકાઓમાં અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી કરવા 63 કરોડ ફાળવાયા
54 નગરપાલિકાઓ માટે 71 ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની GUDC દ્વારા ખરીદી કરવામાં આવશે

63 crores were allocated to purchase fire fighting equipment and vehicles in municipalities

63 crores were allocated to purchase fire fighting equipment and vehicles in municipalities
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો અને સાધનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ વધતાં ફાયર સેફ્ટીની જરૂરિયાતો વધી છે. મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભે પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ રજૂઆતો કરી હતી.
તેના પરિણામે મુખ્યમંત્રીએ સ્થાનિક શહેરી સત્તા તંત્ર અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તે માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ રકમ મંજૂર કરી છે.
નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરીયાતો અનુસાર ગુજરાત શહેરી વિકાસ કંપની(GUDC) ખરીદી કરીને નગરપાલિકાઓને ફાળવણી કરશે.
મુખ્યમંત્રીએ નગરપાલિકાઓમાં 18 મીની ફાયર ટેન્ડર, 21 વોટર બાઉઝર, 29 વોટર કમ ફોમ ટેન્ડર અને 2 ઈલેકટ્રીક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે 71 વાહનોની ખરીદી માટે 63.02 કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્ય સરકારે 2020 થી 2024 સુધીમાં નગરપાલિકાઓને 85 વાહનો ફાળવ્યા હતા. તેમજ 19 વાહનો ફાળવણીની પ્રક્રિયામાં છે. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સીએમ ડેશબોર્ડ સાથે લીંક કરવા સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત