દ્વારકામાં અવાવરૂં જગ્યાએથી 4 માસની બાળકી મળી
પોલીસે કબજો મેળવી સારવાર અર્થે જામનગર હોસ્પિટલ ખસેડી

અવાવરૂં જગ્યાએથી 4 માસની બાળકી મળી

અવાવરૂં જગ્યાએથી 4 માસની બાળકી મળી
દ્વારકા શહેરની મધ્યમાં એક અવાવરૂ જગ્યામાંથી ગત સાંજે આશરે ત્રણ-ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. જેની જાણ પોલીસે થતા તેનો કબજો મેળવી, જરૂરી કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ દ્વારકામાં હાથી ગેઈટથી ખોડીયાર ચેકપોસ્ટ વચ્ચેની અવાવરૂ જગ્યામાં એક બાળક પડ્યું હોવા અંગેની જાણ SRDના જવાન દેવાભાઈ વાઘેલા દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને બાળકીનો કબજો મેળવ્યો હતો અને તેની જામનગર હોસ્પિટલમાં ખસેડી હતી.
આ બાળકી આશરે 3થી 4 માસની છે. જેને તેણીના માતા-પિતા અથવા કોઈ સંભાળ રાખનાર વ્યક્તિ દ્વારા કોઈપણ કારણોસર અવાવરૂ એવી બાવળની ઝાળીમાં ત્યજી દેવા અંગેનો ગુનો દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે અને આ ઘટના અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી