મહેસાણા જિલ્લામાં 138 શિક્ષક શંકાના દાયરામાં!
નકલી CCC સર્ટિફિકેટ પધરાવ્યું હોવાની આશંકા, ઓનલાઈન વેરિફિકેશનમાં ખુલાસો

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે નિયામકને યાદી મોકલાવી ઉચ્ચતર પગાર ધોરણ અટકાવ્યું

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે નિયામકને યાદી મોકલાવી ઉચ્ચતર પગાર ધોરણ અટકાવ્યું
મહેસાણા જિલ્લામાં CCC સર્ટિફિકેટ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જિલ્લામાં 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં આવી ગયા છે. ઓનલાઈન વેરિફિકેશનમાં ખુલાસો થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને યાદી મોકલાવી શંકાના દાયરામાં આવેલા શિક્ષકોનું ઉચ્ચતર પગાર ધોરણ અટકાવી દીધું છે.
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોએ CCC સર્ટિફિકેટ ખોટા રજૂ કર્યા હોવાની આશંકાએ રાજ્યભરમાં તપાસ શરૂ કરાઈ હતી. તેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પણ જિલ્લાના 6,780 શિક્ષકોના CCC સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી હતી. ઓનલાઈન વેરિફિકેશન દરમિયાન 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં આવ્યા હતા. 138 શિક્ષકના સર્ટિફિકેટનું ઓનલાઇન વેરિફિકેશન ન થયું હોવાનો જે તે સમયે ખુલાસો થયો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કરેલી ઓનલાઈન વેરિફિકેશન પ્રક્રિયામાં 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ બોગસ હોવાનું ધ્યાને આવ્યું હતું. શિક્ષણ વિભાગે 6,780 CCC સર્ટિફિકેટનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધર્યું હતું. જેમાં 138 શિક્ષકોનું CCC સર્ટિફિકેટ ઓનલાઈન વેરિફાઈ થયું ન હતું. જેથી 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ સંબંધિત યુનિવર્સિટીઓમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જો કે, યુનિવર્સિટીઓમાંથી શિક્ષકોના CCC સર્ટિફિકેટના વેરિફિકેશનને લઇને કોઈ જવાબ મળ્યો નથી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ બોગસ હોવાની આશંકાએ યાદી બનાવી પ્રાથમિક શિક્ષણ નિયામકને મોકલી આપી હતી. જ્યારે CCC સર્ટિફિકેટ બાબતે ખુલાસો નહી થતાં શિક્ષકોનું ઉચ્ચતર પગાર ધોરણ અટકાવી દીધું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે 138 શિક્ષકો સામે કાર્યવાહી કરવાની યાદી મોકલ્યાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે, આ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે બોલવાનો ઈન્કાર કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!