ધરોઈ ડેમમાં દર કલાકે 12 હજાર ક્યુસેક પાણીની આવકઃ 46 ટકા ડેમ ભરાયો
અડધુ ચોમાસુ વીતી ગયુ હોવા છતાં ડેમ 54 ટકા ખાલી

12 thousand cusecs of water per hour in Dharoi Dam: 46 percent dam filled { File Photo }

12 thousand cusecs of water per hour in Dharoi Dam: 46 percent dam filled { File Photo }
ધરોઈ ડેમના ઉપરવાસ રાજસ્થાનમાં સારા વરસાદના પરિણામે પાણીની આવક વધી છે. ડેમમાં દર કલાકે 12222 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. અડધુ ચોમાસુ વીતી ગયા બાદ ધરોઈ ડેમ માત્ર 46 ટકા ભરાયો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાય તો પીવાના તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થાય તેમ છે.
છેલ્લાં બે દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાન અને સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં સારો વરસાદ થતાં ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. ધરોઈ ડેમમાં હાલ દર કલાકે 12222 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
જેના કારણે ભયજનક 622 ફૂટ જળસપાટી સામે 606 ફટ જળ સપાટી નોંધાઈ છે. હાલમાં ધરોઈ ડેમમાં કુલ 28716 એમસીએફટી ક્ષમતા સામે 13121 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.
એટલે કે 46 ટકા ડેમ ભરાયો છે.અડધુ ચોમાસુ વીતી ગયુ હોવા છતાં 54 ટકા ડેમ ખાલી હોવાથી સ્થાનિક ખેડૂતો, નાગરિકોની સાથે તંત્ર પણ ચિંતાતુર છે. ધરોઈ ડેમ છલકાય તો ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાનો સિંચાઈનો અને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળે તેમ છે.
ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 12 શહેર અને 709 ગામ-પરાની લગભગ 17 લાખની વસ્તીને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. ડેમ 75 ટકાથી વધુ ભરાય તો મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના 7 તાલુકાના 177 ગામની 97 હજાર હેકટર જમીનને સિંચાઇ માટે પાણી મળે છે.
ડેમમાં સતત પાણીની આવક રહે તો સાબરમતી, રૂપેણ, સરસ્વતી, પુષ્પાવતી અને બાણગંગા સહિત 5 નદીઓને જીવંત રાખવાની સાથે ખેરાલુના ચીમનબાઈ સરોવરમાં પણ પાણી ઠાલવી શકાય છે. આ 5 નદીઓ અને સરોવરમાં પાણી છોડતાં પરોક્ષ રીતે જમીનનું જળસ્તર સુધરવાની સાથે હજારો હેકટર જમીનને સિંચાઈનો લાભ મળી રહે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?