હળવદમાં નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓનો રેસ્ક્યૂ, સામાજિક આગેવાનોએ જીવના જોખમે બચાવ્યા
હળવદમાં ભારે વરસાદ બાદ નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓને સ્થાનિક સામાજિક આગેવાનોએ સલામત બહાર કાઢ્યા હતા.

14 વિદ્યાર્થીઓનો રેસ્ક્યૂ

14 વિદ્યાર્થીઓનો રેસ્ક્યૂ
હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા ગામો વચ્ચે આવેલા નાળામાં વરસાદી પાણી ભરાતા 14 વિદ્યાર્થીઓ ફસાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન દિધડીયા ગામના 2 સામાજિક આગેવાનો હરદેવસિંહ ઝાલા અને અર્જુનસિંહ ઝાલાએ પોતાનો જીવ જોખમમાં નાખીને તમામ વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢ્યા હતા.
ગ્રામજનોએ જણાવ્યુ કે, ઘણા સમયથી આ વિસ્તારમાં રસ્તા અને પુલનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વરસાદ પડતા પાણીનું વહન અટકી જાય છે અને વાહનવ્યવહાર તથા સામાન્ય અવરજવર અશક્ય બની જાય છે. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
સામાજિક કાર્યકરોએ હાલમાં વિવાદાસ્પદ નિવેદનો આપતાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે, ધારાસભ્ય AC ચેમ્બરમાં આરામ કરતા જોવા મળે છે, જ્યારે લોકો વ્હાલાના જીવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમની સામે કટાક્ષ કરતી વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોએ તાત્કાલિક ધોરણે પગલાં લેવા અને અધૂરા રોડ અને નાળાનું કામ પૂરું કરવા ધારાસભ્યને રજૂઆત કરી છે જેથી આવી ઘટના ફરી ન બને.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પહેલાં જ અમદાવાદમાં મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થતાં ભાવ ₹98.47એ પહોંચ્યો હોવાના અહેવાલ છે.

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.