ગુજરાતના 111 ડેમમાં 50 ટકા કરતાં વધુ પાણીનો જથ્થો સંગ્રહ
કુલ 206 ડેમમાંથી 95 ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછો જથ્થો સંગ્રહ થતાં ચિંતાજનક

111 dams in Gujarat store more than 50 percent of water

111 dams in Gujarat store more than 50 percent of water
રાજ્યમાં પ્રથમ બે રાઉન્ડમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવ્યા બાદ એક સપ્તાહથી વિરામ લીધો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થયો છે. રાજ્યના 206 ડેમમાંથી 111 ડેમમાં 50 ટકા કરતાં વધુ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. જ્યારે 95 ડેમમાં 50 ટકા કરતાં પણ વધુ પાણીનો જથ્થો સંગ્રહ થતાં હજુ પણ પીવાના અને સિંચાઈના પાણીની દ્રષ્ટિએ ચિંતાજનક પરિસ્થિતિ છે.
રાજ્યના 63 ડેમ હાઈ એલર્ટ પર :
રાજ્યના કુલ 206 ડેમમાંથી 51 ડેમ 100 ટકા, 39 ડેમ 70 થી 100 ટકા, 21 ડેમ 50 થી 70 ટકા, 39 ડેમ 25 થી 50 ટકા, 56 ડેમ 25 ટકાથી નીચે ભરાયા છે. 63 ડેમ હાઈ એલર્ટ પર, 17 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 454.98 ફૂટની ભયજનક સપાટી સામે 443.07 ફૂટ જળસપાટી નોંધાઈ છે. એટલે કે 88.02 ટકા સરદાર સરોવર ડેમ ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમમાં દર કલાકે 87666 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 77470 ક્યુસેક પાણી નર્મદા નદી અને કેનાલમાં છોડવામાં આવી રહ્યુ છે.
છેલ્લાં 24 કલાકમાં 36 તાલુકામાં હળવો વરસાદ :
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન કુલ 215 તાલુકામાંથી 36 તાલુકામાં 1 થી 50 મીમી સુધીનો એટલે કે સરેરાશ 0.74 મીમી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દેવુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 13 મીમી, પંચમહાલના શહેરા અને છોટાઉદેપુરના નસવાડીમાં 11-11 મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 72.52 ટકા વરસાદ નોંધાયો :
રાજ્યમાં અત્યાર સુધી થયેલા વરસાદની વાત કરીએ તો સરેરાશ 883 મીમીની તુલનામાં 640 મીમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 429 મીમી એટલે કે 88.49 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 1292 મીમી એટલે કે 86.63 ટકા, સૌરાષ્ટ્રમાં 593 મીમી એટલે કે 80.45 ટકા, મધ્ય ગુજરાત ઝોનમાં 458 મીમી એટલે કે 56.52 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 395 મીમી એટલે કે 54.15 ટકા વરસાદ નોંધાયો છે.
ઊંડ ડેમ :
જામનગર તાલુકાના નંદપુર ગામ પાસેનો ઊંડ-1 ડેમ 94.08% ભરાયો છે. ઊંડ-1 ડેમની કુલ સપાટી 332 ફૂટમાંથી સારા વરસાદના કારણે હાલ 320.97 ફૂટની જળ સપાટી છે. હાલમાં 230 ક્યૂસેક પાણીની આવક ચાલું છે.
ઉકાઈ ડેમ :
તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ 76.74% ભરાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી સતત પાણીની આવક નોંધાઇ રહી છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમની જળસપાટી હાલ 334.83 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેઈન કરવા હાલ 67,676 ક્યૂસેક પાણીની આવકની સામે 81,594 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
કરજણ ડેમ :
નર્મદા જિલ્લાના રાજપીપળાનાં જીતનગર ગામ પાસેના કરજણ ડેમની ભયજનક સપાટી 116.11 મીટરની સપાટી સામે હાલમાં 108.07 મીટર જળ સપાટી છે. હાલ 67.83% ભરાયો છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક નહી હોવાથી સ્થિતિ સામાન્ય છે.
સુખી ડેમ :
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતો સુખી ડેમ ફૂલ થવાની તૈયારીમાં છે. હાલ મહત્તમ સપાટી 147.82 મીટરથી માત્ર 2.77 મીટર બાકી છે. હાલ સુખી ડેમની સપાટી 145.05 મીટર નોંધાઈ છે અને 64.85% ભરાયો છે. સુખી ડેમ થકી પાવી જેતપુર તાલુકાના 67 ગામો, છોટા ઉદેપુર તાલુકાના 11 ગામો, સંખેડા અને બોડેલી તાલુકાના 16 ગામો તથા જાંબુઘોડા તાલુકાના 35 ગામો મળી કુલ 67 ગામોની જમીનોને સિંચાઇનો લાભ મળે છે.
પાનમ ડેમ :
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કોઠા ગામ પાસે પાનમ ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડવાથી પાણીની સારી આવક નોંધાઈ છે. પાનમ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર હાલમાં વોટરલેવલ 123.34 છે અને મહત્તમ સપાટી 127.40 છે. કુલ 59.10% જથ્થો પાનમ ડેમમાં નોંધાયો છે.
દમણગંગા ડેમ (મધુબન ડેમ) :
વલસાડ જિલ્લાને અડીને ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર દમણગંગા ડેમ (મધુબન ડેમ) છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે 59.92% ભરાયો છે. ડેમની મહત્તમ સપાટી 79.85 મીટર છે અને હાલ પાણીની સપાટી 74.74 મીટરે પહોંચી છે. ડેમમાં ઉપરવાસમાંથી 6178 ક્યૂસેક પાણીની આવક ચાલું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 4686 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કડાણા ડેમ :
મહિસાગર જિલ્લામાં કડાણા ડેમનું લેવલ 419 ફૂટ છે. જ્યારે હાલનું લેવલ 393.4 ફૂટ અને ડેમ 46.30% ભરેલો છે. ડેમમાં અત્યારે 4 હજાર ક્યૂસેક પાણીની આવક અને 175 ક્યૂસેક પાણી ડાબા કાંઠાની કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે.
મચ્છુ ડેમ-2 :
મચ્છુ-2 ડેમની કુલ 188 ફૂટની ઊંચાઈ છે. જેમાંથી હાલમાં 177.49 ફૂટ પાણીની સપાટી સાથે ડેમ 44.56% જેટલો ભરેલો છે. મોરબી સીટી, મોરબી તાલુકા, માળિયા શહેર અને માળિયા તાલુકા વિસ્તારમાં પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.
ધરોઈ ડેમ :
મહેસાણાના સતલાસણા તાલુકામાં આવેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના 4 જિલ્લાનાં 701 ગામ અને 12 શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમની હાલની સ્થિતિ પ્રમાણે ભયજનક સપાટી 622 ફૂટ છે. જેની સામે હાલ ડેમની જળસપાટી 603.01 ફૂટ નોંધાઇ છે. ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે ધરોઈ ડેમ માત્ર 40.93% ભરાયો છે. હાલમાં ધરોઈ ડેમમાં 230 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.
શેત્રુંજી ડેમ :
ભાવનગર જિલ્લાના પાલિતાણાનો શેત્રુંજી ડેમ 38.56% ભરાયો છે. શેત્રુંજી ડેમની મહત્તમ સપાટી 182 ફૂટ જેટલી છે. તેની સામે હાલ 171.75 ફૂટ જળસપાટી નોંધાઈ છે અને 38.56% ડેમ ભરાયો છે. ઉપરવાસમાં જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદના કારણે પાણીની આવક સારી છે.
ભાદર ડેમ :
ભાદર ડેમ મહત્તમ સપાટી 354 ફૂટ છે અને હાલ 341.83 ફૂટની સપાટીએ એટલે કે 35.50% ભરાયો છે.
વાત્રક ડેમ :
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભેમ્પોડા ખાતે આવેલા વાત્રક ડેમની સપાટી 136.25 મીટર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ નથી તેમજ ઉપરવાસમાં પણ વરસાદ નથી. જેના કારણે વાત્રક ડેમ હાલ 27.35% ટકા જ પાણીનો જથ્થો ધરાવે છે. હાલ ડેમની સપાટી 129.42 મીટર છે જે ગત વર્ષની તુલનામાં બહુ ઓછું છે.
બ્રાહ્મણી ડેમ :
સુરેન્દ્રનગરના હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી ડેમમાં મહત્તમ સપાટી 212 ફૂટ છે અને હાલ બ્રાહ્મણી ડેમમાં પાણીની સપાટી 196.98 ફૂટે પહોંચી છે. 24.28 ટકા બ્રાહ્મણી ડેમ ભરાયો છે.
દાંતીવાડા ડેમ :
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીનું લેવલ 566.59 ફૂટ છે. દાંતીવાડા ડેમની મહત્તમ સપાટી 604 ફૂટ છે. હાલ દાંતીવાડા ડેમ 22.99% ભરાયો છે.
હાથમતી ડેમ :
સાબરકાંઠા જિલ્લાના હાથમતી ડેમમાં પાણીની આવક ઓછી થવાના કારણે ખાલીખમ છે. નર્મદા ડેમ ઓવરફલો થવાના કારણે પાઈપ લાઈનથી હાથમતીમાં પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથમતી જળાશયમાં 40 ક્યૂસેક પાણી નાખવાનું આયોજન છે. હાથમતી ડેમની મહત્તમ સપાટી 593 ફૂટ છે. જ્યારે હાલ તેની સપાટી 576.17 ફૂટ છે. હાથમતી ડેમ 20.57% ભરાયો છે.
સીપુ ડેમ :
બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમની મહત્તમ સપાટી 612 ફૂટ છે અને હાલ પાણીની સપાટી 579.82 પહોંચી છે. હાલ સીપુ ડેમ 11.13% ભરાયેલો છે.
મચ્છુ ડેમ-1 :
મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમની 444 ફૂટની ઊંચાઈ છે. હાલમાં 416.04 ફૂટ પાણીનો જથ્થો સંગ્રહિત છે. મચ્છુ-1 ડેમમાં 264 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. હાલમાં નર્મદા આધારિત પાણી મચ્છુ એક ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે. મચ્છુ ડેમ-1 હાલમાં 10.88% ભરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?