"અંતરંગ સંબંધોની શંકા: પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી"
પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શ્રમિકે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શ્રમિકે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શ્રમિકે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં ખેતીકામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરે પોતાની જ પત્નીની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. પોતાની પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શ્રમિકે પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી ગઇ પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી તાલુકાના વાંકીયા ગામમાં મધ્ય પ્રદેશના સંજયભાઇ મોહનીયા અને રેખાબેન મોહનીયા વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા હતા. ગત રોજ (6 જૂને) રેખાબેન મોહનીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં મૃતક મહિલાના ગળાના ભાગે નિશાન મળી આવ્યા હતા. જેથી મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
મૃતક મહિલાના પિતાને પોતાના જમાઇ પર શંકા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી અમરેલી પોલીસે મૃતકના પતિની ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપી પતિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારી પત્ની અન્ય પુરૂષ સાથે વાતો કરતી હતી અને આડા સંબંધો હોવાની શંકા હોવાથી મેં ગળું દબાવીને તેની હત્યા કરી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.