ગુજરાત તરફ 'શક્તિ'નો યુ-ટર્ન, વાવાઝોડું થયું નબળું
હવે સામાન્ય 'સાયક્લોનિક સ્ટોર્મ' બન્યું; 8 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં વરસાદની સંભાવના

ગુજરાત તરફ 'શક્તિ'નો યુ-ટર્ન

ગુજરાત તરફ 'શક્તિ'નો યુ-ટર્ન
અરબી સમુદ્રમાં સર્જાયેલા 'શક્તિ' વાવાઝોડા અંગે હવામાન વિભાગ (IMD) તરફથી ગુજરાત માટે રાહતભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' હવે નબળું પડી ગયું છે. આજે સોમવારે (6 ઓક્ટોબર)ના રોજ તે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે, પરંતુ આ પ્રવાસ દરમિયાન તેની તીવ્રતામાં સતત ઘટાડો જોવા મળશે અને ગુજરાત પર તેની અસર નહિવત્ રહેશે.
વાવાઝોડાની સ્થિતિ: તીવ્રતામાં મોટો ઘટાડોહવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, 'શક્તિ' વાવાઝોડાએ તેની તીવ્રતા ગુમાવી દીધી છે.
નબળું પડ્યું: છેલ્લા 6 કલાક દરમિયાન આ ચક્રવાત માત્ર 5 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ દક્ષિણ તરફ આગળ વધ્યું અને 'ગંભીર ચક્રવાતી વાવાઝોડું'માંથી નબળું પડીને હવે 'સાયક્લોનિક સ્ટોર્મ' (ચક્રવાતી વાવાઝોડું)માં પરિવર્તિત થઈ ગયું છે.
વર્તમાન કેન્દ્ર: આજે સવારે 0530 કલાકે આ ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર કેન્દ્રિત હતું.
આગામી રાહત: IMDના જણાવ્યા મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું 7 ઓક્ટોબર, બપોર સુધીમાં વધુ નબળું પડીને માત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં, સમુદ્રમાં કરંટ અને તોફાની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે. તેથી, માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં સંભવિત વરસાદ અને હવામાનમાં પલટો'શક્તિ' વાવાઝોડાની અસર ગુજરાત પર નહિવત્ રહેશે, પરંતુ તેની આડકતરી અસરના ભાગરૂપે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
દરિયાકાંઠા પર પવન: દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
8 ઓક્ટોબરે વરસાદ: 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં અસર: વાવાઝોડાના પ્રભાવના કારણે અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો હતો, જ્યાં મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ચાંદખેડા, ગોતા, થલતેજ, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
આ ચક્રવાતી તોફાન 'શક્તિ'નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. 'શક્તિ' એક તમિલ શબ્દ છે જેનો અર્થ 'તાકાત' અથવા 'Power' થાય છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરૂ થઈ હતી, જેમાં ભારત સહિત 8 દેશો સામેલ છે. આ નામકરણ પાછળનો હેતુ ટૂંકું અને સરળ નામ રાખવાનો હોય છે, જે અપમાનજનક ન હોય અને એકવાર વપરાયા પછી ફરી ઉપયોગમાં ન લેવાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!