અરબ સાગરમાં 'શક્તિ' સક્રિય: ગુજરાત તરફ યુ-ટર્ન
6 ઓક્ટોબરથી ચક્રવાતની દિશા બદલાશે; 8-9 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં એલર્ટ

'શક્તિ' વર્તાવશે ગુજરાત પર કહેર?

'શક્તિ' વર્તાવશે ગુજરાત પર કહેર?
અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલું 'શક્તિ' વાવાઝોડું હાલમાં ગુજરાત માટે ચિંતાનું કારણ બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ ચક્રવાત હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ 420 કિલોમીટર પશ્ચિમમાં કેન્દ્રિત છે અને 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સૌથી મોટી ચિંતાજનક વાત એ છે કે, આ વાવાઝોડું આગામી સોમવાર (6 ઓક્ટોબર)ની સવારથી ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે. આના પરિણામે, આગામી 10 ઑક્ટોબર સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે.
શનિવાર (4 ઑક્ટોબર)ના IMDના બુલેટિન મુજબ, ચક્રવાત 'શક્તિ' હાલમાં પાકિસ્તાનના કરાચીથી 290 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ હાલમાં ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહી છે, પરંતુ રવિવાર (5 ઑક્ટોબર) સુધીમાં તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. જોકે, 6 ઑક્ટોબરથી તેની દિશા બદલાઈને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
આગામી 8 અને 9 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર ખાસ કરીને જોવા મળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં પણ 'શક્તિ'ની અસરIMD અનુસાર, 'શક્તિ' વાવાઝોડાની અસરને કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત કેટલાક આંતરિક સ્થળોએ પણ ભારે પવન અને વરસાદ થવાની શક્યતા છે.
આંતરિક જિલ્લાઓ: પૂર્વ વિદર્ભ અને મરાઠવાડા જેવા આંતરિક જિલ્લાઓમાં 4 ઑક્ટોબરના રોજ ભારે વરસાદ પડી શકે છે.
પૂરની શક્યતા: ઉત્તર કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે પૂર આવી શકે છે.
આ ઉપરાંત, ઓડિશા પર સર્જાયેલા બીજા ઓછા દબાણવાળા ક્ષેત્રની અસર પણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના તંત્રને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!