સરકારી શાળામાં 'નોન-વેજ' પાર્ટીથી મચ્યો ખળભળાટ
પ્રિન્સિપાલની જાણ બહાર ગેટ-ટુ-ગેધરના નામે 'નોન-વેજ'પીરસાયું, સસ્પેન્ડ થવાની તૈયારી

ગેટ-ટુ-ગેધરના નામે નોનવેજ પાર્ટી

ગેટ-ટુ-ગેધરના નામે નોનવેજ પાર્ટી
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળા ક્રમાંક 342 અને 351માં તંત્રની કોઈ જાણ કે પરવાનગી વિના ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ અને તે દરમિયાન નોન-વેજ પાર્ટી યોજવા બદલ શિક્ષણ સમિતિ દ્વારા આચાર્ય પ્રભાકર એલિગેટિનને નોટિસ ફટકારવામાં આવી છે. શિક્ષણના ધામ ગણાતી શાળામાં નોન-વેજ પાર્ટી યોજવાને સમિતિએ ગંભીર અને નિંદનીય કૃત્ય ગણાવ્યું છે.
સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આયોજન, પ્રિન્સિપાલ રહ્યા હાજર
મળતી માહિતી મુજબ, ગોડાદરાની પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351માં રવિવાર, 12 ઓક્ટોબરે (તારીખ 12 ઓક્ટોબર) 1987થી 1991ના ધોરણ-7ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (તેલુગુ સમાજના વિદ્યાર્થીઓ) દ્વારા 38 વર્ષ બાદ 'ગેટ-ટુ-ગેધર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન ચિકન અને મટન સહિતની નોન-વેજ વાનગીઓ પીરસવામાં આવી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ગેટ-ટુ-ગેધરમાં શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિન પણ હાજર રહ્યા હતા.
વધુમાં, ગેટ-ટુ-ગેધર દરમિયાન શાળા પરિસરમાં આવેલી માતા સરસ્વતીની મૂર્તિનું મોં ચૂંદડીથી ઢાંકી દેવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે, જેણે વિવાદને વધુ ગંભીર બનાવ્યો છે.
નોટિસ પાઠવ્યા બાદ કડક પગલાંની તૈયારી
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ શાળાના પ્રિન્સિપાલની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. સ્થળ પર મીડિયા પહોંચતાની સાથે જ શિક્ષકો, સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતના લોકો શાળાને તાળાં મારીને ફરાર થઇ ગયા હતા. વધેલું ચિકન અને મટન મટિરિયલ એક રૂમમાં મૂકી દેવાયું હતું.
આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા શાળા પર જઈને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે. તપાસના અંતે આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરવા સહિતના કડક પગલાં ભરવાની તૈયારી શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. શિક્ષણના પવિત્ર સ્થળમાં આ પ્રકારનું આયોજન સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!