"લૂંટેરી દુલ્હન કેસમાં નવો ધડાકો : વડોદરાની સીમા પટેલ ઝડપાઈ"
વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપવા તજવીજ કરી છે.

વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપવા તજવીજ કરી છે.

વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપવા તજવીજ કરી છે.
સુરતમાં લૂંટેરી દુલ્હનના બનેલા ચકચારી બનાવમાં ફરાર થઈ ગયેલી મુસ્કાનની માતા બનેલી વડોદરાની સીમાને વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપવા તજવીજ કરી છે.
સુરતના યુવકે વડોદરાની સીમાને ઘેર મુસ્કાન સાથે લગ્ન નક્કી કર્યા
સુરતના વરાછા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા લૂંટેરી દુલ્હનના કેસની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં યુવક સાથે વડોદરામાં સીમા પટેલને ઘેર 9 ડિસેમ્બર 2024 ના રોજ લગ્ન નક્કી થયા બાદ નોટરાઈઝ કરાવવામાં આવ્યું હતું અને મુસ્કાન નામની યુવતી સુરત રહેવા ગઈ હતી.
લગ્નના એક સપ્તાહ બાદ માનતા પૂરી કરવાના નામે મુસ્કાન ફરાર થઈ ગઈ
યુવતીની માતા બનેલી સીમાએ લગ્ન પહેલા એવી શરત મૂકી હતી કે યુવતીના પરિવારમાં કોઈ છે નહીં અને લગ્ન કરે એટલે 2.21 લાખ રૂપિયા તેને આપવા પડશે. જેથી યુવકે લગ્ન કરી મુસ્કાનને રૂપિયા આપ્યા હતા. લગ્નના એક સપ્તાહ બાદ મુસ્કાન માનતા પૂરી કરવા વડોદરા જવું છું...તેમ કહી રફુ ચક્કર થઈ ગઈ હતી. દોઢ મહિના બાદ યુવકને અટેક આવતા તેનું મોત થયું હતું. જેથી બહેને ફરિયાદ નોંધાવી હતી.
મુસ્કાની માતાનું ઘર પોલીસે શોધી ઝડપી પાડી, સીમા દારૂના બે કેસમાં પણ પકડાઈ હતી.
ઉપરોક્ત બનાવ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં સુરતના રમેશ, મધ્યપ્રદેશની મુસ્કાન અને વડોદરાની સીમા સામે ગુનો નોંધાયો હતો. સુરત પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીમા રાજુભાઇ પટેલ (બીએસયુપી આવાસ, ગુરુકુલ ફ્લેટ્સ પાસે, સોમાતળાવ, ડભોઇ રોડ, વડોદરા) ને ઝડપી પાડી સુરત પોલીસને સોંપવા તજવીજ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સીમા પટેલ અગાઉ પણ દારૂના બે કેસમાં પકડાઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.