“ભકિતનગરમાં લૂંટ સાથે મર્ડર: ગળાકાપી 70 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવ્યા!”
વૃદ્ધનું ગળું કાપી હત્યા બાદ ચલાવી હતી લૂંટ

વૃદ્ધનું ગળું કાપી હત્યા બાદ ચલાવી હતી લૂંટ

વૃદ્ધનું ગળું કાપી હત્યા બાદ ચલાવી હતી લૂંટ
રાજકોટમાં લૂંટ વિથ મર્ડરના આરોપીઓ સકંજામાં આવી ગયા છે, ગઈકાલે ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, યુગલે વૃદ્ધનું ગળું કાપી હત્યા બાદ ચલાવી હતી લૂંટ અને પાર્સલ આપવા આવતા કુરિયર બોયની કરતૂત સામે આવી છે, કુરિયર બોય અને મહિલા સાથીદારે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારનો બનાવ
રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનનો બનાવ છે કે જયા ગઈકાલે એકલવાયું જીવન જીવતા વૃદ્ધની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી, પોલીસે ગણતરીના કલાકમાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો છે, ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરીને ચલાવી હતી લૂંટ અને વૃદ્ધના સોનાના દાગીના પણ લૂંટી લેવાયા હતા. પોલીસે સીસીટીવીની મદદથી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.
વૃદ્ધ એકલવાયું જીવન જીવતા હતા
દુધ સાગર રોડ દૂધની ડેરી સામે અર્થ એપાર્ટમેન્ટમાં પહેલા માળે ફલેટ નં ૧૦૨માં રહેતા રમજાનભગુલામહુશેન લાખાણીએ ભકિતનગર પોલીસમાં અજાણ્યા શખસ તથા તપાસમાં ખુલે તે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો પાંચ ભાઈ તથા ત્રણ બહેનો છે. તેમાંના મોટા ભાઈ બરકતભાઈ ગુલામહુશેનભાઈ લાખાણી જેઓ વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલ શ્રીનગર શેરી નં. ૧માં એકલા રહેતા હતા. તેના પત્નિ ઘણા વર્ષો પહેલા અવસાન પામેલ છે. શુક્રવાર રાત્રીના ઘરે હતો ત્યારે ભત્રીજા રાજેશ નો ફોન આવ્યો અને કહ્યું કે બરકત કાકા તેના ઘરે પડી ગયા છે. તે સીરીયસ જેવું લાગે છે. જેથી આપણે જવું પડશે તેમ વાત કરતા ઉપરોકત સરનામે ઘરે પહોંચ્યો ત્યારે આસપાસ લોકો એકઠા થયેલા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.