2025માં ભારતમાં ગૂગલ પર શું રહ્યું ટ્રેન્ડિંગ?
ક્રિકેટ, AI, 'સૈયારા' ફિલ્મ અને કુંભ મેળાએ સર્ચમાં ધૂમ મચાવી: ગૂગલ 'યર ઇન સર્ચ' રિપોર્ટ

2025 માં ભારતમાં આ થયુ વધારે સર્ચ

2025 માં ભારતમાં આ થયુ વધારે સર્ચ
ગૂગલે તાજેતરમાં જ વર્ષ 2025 માટે પોતાનો વાર્ષિક 'યર ઇન સર્ચ' રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતીયોએ સૌથી વધુ શું સર્ચ કર્યું તેની વિગતો રજૂ કરવામાં આવી છે. આ યાદીમાં ક્રિકેટ, ભારતીય સંસ્કૃતિ, ટેક્નોલોજી અને બોલીવૂડ જેવા અનેક ક્ષેત્રોની બાબતોનો સમાવેશ થાય છે. આઈપીએલ (IPL) થી લઈને AI ટૂલ ગૂગલ જેમિની, મહાકુંભથી લઈને સેલિબ્રિટી ન્યૂઝ સુધીની બાબતો આખા વર્ષ દરમિયાન સર્ચમાં ટોચ પર રહી હતી.
ક્રિકેટ: 'ધર્મ' જે હંમેશા ટ્રેન્ડમાંઆ વર્ષે પણ ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે તે ફરી એકવાર સાબિત થયું છે. ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા વિષયોમાં ક્રિકેટ મોખરે રહ્યું. આઇપીએલ (IPL) અને વુમન ક્રિકેટ વર્લ્ડ કપ ખૂબ જ સર્ચ થયા હતા. ખેલાડીઓમાં જેમિમા રોડ્રિગ્સ, વૈભવ સુર્યવંશીની સાથે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ ચર્ચામાં રહ્યા. તેમની નિવૃત્તિની ચર્ચાઓ અને સાઉથ આફ્રિકા સિરીઝ અંગેના અપડેટ્સ સતત સર્ચમાં રહ્યા હતા.
મનોરંજન: 'સૈયારા' ફિલ્મનો દબદબોબોલીવૂડની વાત કરીએ તો, વર્ષ 2025માં સૌથી વધુ ચર્ચામાં રહેલી અને ટ્રેન્ડિંગ ફિલ્મ 'સૈયારા' રહી હતી. આ ફિલ્મની સાથે તેમાં કામ કરનાર અહાન પાંડે અને અનીત પડ્ડા વિશે પણ ખૂબ જ સર્ચ કરવામાં આવ્યું. દક્ષિણની હિટ ફિલ્મ 'કાંતારા'નો બીજો પાર્ટ પણ ભારે ચર્ચામાં રહ્યો હતો. જોકે, દુઃખદ ઘટનાઓમાં ધર્મેન્દ્રનું મૃત્યુ અને પોપ-સોંગ 'કાંટા લગા' ફેમ શેફાલી જરીવાલાનું મૃત્યુ પણ ટોપ ટેન સર્ચમાં સ્થાન પામ્યું હતું. આ વર્ષનું સૌથી લોકપ્રિય સોંગ 'સૈયારા' ટાઇટલ ટ્રેક બન્યું.
ટેક્નોલોજી અને સંસ્કૃતિ: AI અને મહાકુંભની અસરટેક્નોલોજી પણ ગૂગલ સર્ચમાં ખૂબ જ ચર્ચામાં રહી. ટોપ ટ્રેન્ડિંગ સર્ચમાં બીજા ક્રમે ગૂગલ જેમિનીનો સમાવેશ થાય છે, જેણે AI આધારિત મીમ બનાવવા માટે લોકપ્રિય 'નાનો બનાના'ના ઉપયોગથી પણ ધ્યાન ખેંચ્યું હતું. લોકોએ રિયલ-ટાઇમ સલામતી માહિતી જેમ કે 'એર ક્વોલિટી નીયર મી' અને 'અર્થક્વેક નીયર મી' જેવી ભૌગોલિક સર્ચ માટે પણ ગૂગલનો સહારો લીધો હતો.
ફિલ્મો, ક્રિકેટ અને ટેક્નોલોજીની વચ્ચે મહાકુંભ પણ ચર્ચાનો વિષય બન્યું. કુંભ મેળા દરમિયાન થયેલો આશરે 300 કિલોમીટર લાંબો વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ સર્ચમાં ટ્રેન્ડિંગ રહ્યો. કુંભ મેળાની સાથે સાથે થેકુઆ અને મોદક જેવી ભારતીય વાનગીઓની રેસિપી પણ વિશ્વભરમાં સર્ચ કરવામાં આવી હતી, જ્યારે ભારતીયોએ યોર્કશાયર પુડિંગ વિશે પણ જાણકારી મેળવી હતી.
આ સર્ચ રિપોર્ટ દર્શાવે છે કે, ક્રિકેટ અને બોલીવૂડ ભારતીયોના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે, પરંતુ હવે AI જેવી ટેક્નોલોજી પણ તેમના દૈનિક જીવનનો ભાગ બની રહી છે. તહેવારો અને ખાણી-પીણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ