રાજડકોટમાં વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, વૃદ્ધાશ્રમ પાછળ 300 કરોડ રૂપિયાનો ખર્ચ
આધુનિક વૃદ્ધાશ્રમમાં તમામ ધર્મ, જાતિ અને સમુદાયના લોકોનું સ્વાગત કરાશે

નિરાશ્રિતો માટે નિશુલ્ક વૃદ્ધાશ્રમ

નિરાશ્રિતો માટે નિશુલ્ક વૃદ્ધાશ્રમ
રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે તેમાં નિશુલ્ક વૃદ્ધોને રાખવામાં આવશે. માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રામપર ખાતે એક નવું, આધુનિક વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે. આ વૃદ્ધાશ્રમ રાજકોટ-જામનગર હાઇવે પર 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. 30 એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું આ આશ્રમ 7 ટાવર્સ સાથે બનશે, જેમાં દરેક ટાવરમાં 11 માળ હશે અને કુલ 1400 ઓરડાઓ હશે. તેનો મુખ્ય હેતુ 5000 નિ:સંતાન, બીમાર, અપંગ અને પથારીવશ વૃદ્ધોને જીવનભર મફત આશ્રય અને સંભાળ પૂરી પાડવાનો છે.આ આશ્રમ તમામ ધર્મ, જાતિ અને સમુદાયના લોકોનું સ્વાગત કરશે. તેમાં અનેક સુવિધાઓ હશે, જેમ કે એક મંદિર, એક વિશાળ “અન્નપૂર્ણા”, વાચનાલય, કસરત અને યોગા માટેના રૂમ, દવાખાનું, સમુદાય હોલ અને સુંદર બગીચાઓ. રાજકોટમાં 10 વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચાલી રહ્યું છે અને હાલમાં 650 નિ:સંતાન વૃદ્ધોની સંભાળ કરી રહ્યું છે, જેમાંથી 200 સંપૂર્ણ રીતે પથારીવશ છે.
હિન્દુ ધર્મચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, સમાજની એક વરવી વાસ્તવિકતા એ છે કે કુટુંબ વિભાજીત થઈ રહ્યા છે અને માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવ તે લુપ્ત થતું જાય છે. જેથી શ્રમિક વર્ગમાં રહેલા નિરાધાર વડીલોની સેવા માટે આ વૃદ્ધાશ્રમ શરૂ કરવાનો આશય છે. જેથી આ ભારતનો સૌથી મોટો પ્રથમ એવો વૃદ્ધાશ્રમ હશે કે જે નિ:શુલ્ક હશે. જેથી તેના લાભાર્થે મોરારિ બાપુને કથા માટેનું કહેતા તેમણે ખૂબ જ પ્રેમથી અને સહજતાથી રામકથા કરવાનો ઉમળકો બતાવ્યો છે.
વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ, પરંતુ જેઓ નિ:સંતાન, નિરાધાર, પથારીવશ ઉપરાંત કોમામાં અને કેન્સરમાં જીવનના લાસ્ટ સ્ટેજમાં છે, તેઓનું કોણ? આ પ્રકારના ઉમદા અને પવિત્ર આશયથી 9 વર્ષ પહેલા રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ. હાલ નિરાધાર અને પથારીવશ 650 વડીલોની સેવા આ વૃદ્ધાશ્રમ કરી રહ્યું છે. જેમાં 200 વડીલો તો ડાયપર પર છે, ત્યારે આ પ્રકારના વડીલોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સેવાનું ધામ ગણાતા રાજકોટમાં કોઈ વડીલને ના ન પાડવી પડે તે માટે રાજકોટનાં રામપરમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ