ચાંદીપુરા વાયરસનો કહેર યથાવતઃ કુલ મૃત્યુઆંક 62 પર પહોંચ્યો
પાટણ જિલ્લાના મોટા નાયતામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકનું મોત

The total death toll from Chandipura virus remains at 62

The total death toll from Chandipura virus remains at 62
ચાંદીપુરા વાયરસે પાટણ જિલ્લામાં પણ પગપેસારો કર્યો છે. સરસ્વતિ તાલુકાના મોટા નાયતા ગામમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 7 વર્ષના બાળકનું મોત થયુ છે. વાયરસથી સંક્રમિત થતાં બાળકની પહેલાં ખાનગી દવાખાનામાં સારવાર કરાવ્યા બાદ ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
જ્યાં બાળકને વેન્ટિલેટર પર રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે. પાટણ જિલ્લામાં 1 બાળકના મોત સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક 62 પર પહોંચ્યો છે.
ચાંદીપુરા વાયરસથી સંક્રમિત મોટા નાયતા ગામનાં 7 વર્ષના બાળકને તાવ અને ઉલટી થયા બાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. 6 દિવસની સારવાર દરમિયાન બાળકની તબિયતમાં સુધારો થવાના બદલે નાજુક થઈ રહી હતી. તેથી વેન્ટિલેટર પર રાખી સારવાર અપાઈ હતી.
પરંતુ 24 કલાકથી યુરીન નહી થતાં કીડની ખરાબ થઈ ગઈ હતી. લીવર પણ ખરાબ થઈને મોઢા અને નાકમાંથી બ્લિડિંગ થયુ હતુ. ત્યારબાદ બાળકનું મોત થયુ હતુ. ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 62 બાળકોના મોત :
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ યથાવત છે. વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા વધી રહી છે. 1 ઓગષ્ટ સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 148 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 62 બાળકોએ ચાંદીપુરા વાયરસથી જીવ ગુમાવ્યા છે.
શંકાસ્પદ 148 કેસમાંથી 56 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 148 શંકાસ્પદ કેસમાંથી 27 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 60 બાળદર્દીઓને રજા આપવામાં આવી છે.
રાજસ્થાનના કુલ 6 કેસ પૈકી 4 દર્દીઓ સારવાર હેઠળ છે અને 2 બાળકનું મોત થયુ છે. મધ્યપ્રદેશના 4 માંથી 3 દર્દી સારવાર હેઠળ અને 1 બાળકનું મોત થયુ છે. જ્યારે મહારાષ્ટ્રનું 1 બાળક સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 46,222 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી હોવાનો દાવો કર્યો છે.
પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ 16 કેસ નોંધાયા :
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠામાં 15, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 3, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 6, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 6, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદર 1, પાટણમાં 1 અને ગીર સોમનાથમાં 1 મળી કુલ 148 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
શંકાસ્પદ 148 કેસમાંથી સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 4, સુરેન્દ્રનગર 2, અમદાવાદ કોર્પોરેશન 6, ગાંધીનગર 2, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને ગીર સોમનાથમાં 1 અને પાટણમાં 1 મળી કુલ 62 બાળકોના મોત થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ