ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ યથાવતઃ કુલ મૃત્યુઆંક 56 થયો
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ 133 થયાઃ 47 કેસ પોઝિટિવ

The total death toll from Chandipura virus infection in Gujarat remains at 56

The total death toll from Chandipura virus infection in Gujarat remains at 56
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ યથાવત છે. વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા વધી રહી છે. 30 જુલાઈ સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 133 કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં 56 બાળકોએ ચાંદીપુરા વાયરસથી જીવ ગુમાવ્યા છે. શંકાસ્પદ 133 કેસમાંથી 47 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 44 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા છે. આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 133 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી 56 બાળકોના મોત થયા છે. જ્યારે 47 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
133 શંકાસ્પદ કેસોમાંથી 28 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 49 બાળદર્દીઓને રજા આપવામાં આવી છે. રાજસ્થાનના કુલ 6 કેસ પૈકી 4 દર્દીઓ સારવાર હેઠળ છે અને 2 બાળકનું મોત થયુ છે.
મધ્યપ્રદેશના 4 માંથી 3 દર્દી સારવાર હેઠળ અને 1 બાળકનું મોત થયુ છે. જ્યારે મહારાષ્ટ્રનું 1 બાળક સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 43,414 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી હોવાનો દાવો કર્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 2, ખેડામાં 7, મહેસાણામાં 7, રાજકોટમાં 6, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 6, પંચમહાલમાં 15, જામનગરમાં 6, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 6, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદર 1 મળી કુલ 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 4, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 6, ગાંધીનગર 2, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 મળી કુલ 56 બાળકોના મોત થયા છે.
ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત :
ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયુ છે. નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઘાણીખૂટ ગામના 4 વર્ષના બાળકને વડોદરા ગોત્રીની GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે દોઢ વર્ષના બાળકને રાજપીપળા GMERS હોસ્પિટલમાં દાખલ કરાયુ હતું. તેની તબિયત સ્થિર જણાતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.
તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ખરેઠા ગામના ૩ વર્ષના બાળકને વડોદરા ગોત્રીની GMERS હોસ્પિટલમાં દાખલ કરાયુ હતુ. સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે. મરણ પામેલા બાળકના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ