ભારતના આ શહેરના લોકો સૌથી વધુ લફરાબાજ!
ભારતના આ શહેરના લોકો સૌથી વધુ લફરાબાજ: એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં નંબર-1!

ભારતીય લોકોને સૌથી વધુ વફાદાર ગણવામાં આવતા હતા

ભારતીય લોકોને સૌથી વધુ વફાદાર ગણવામાં આવતા હતા
એક સમય હતો જ્યારે ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન અને પતિ-પત્ની વચ્ચેની નિષ્ઠાને સંબંધની મજબૂત કડી માનવામાં આવતી હતી. પરંતુ આજે, ટેક્નોલોજી, આધુનિક જીવનશૈલી અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે સંબંધોની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. હવે માત્ર મેટ્રો શહેરો જ નહીં, પરંતુ નાના અને પરંપરાગત ગણાતા શહેરોમાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
સૌથી વધુ બેવફાઈ ધરાવતું શહેર: દિલ્હી-મુંબઈને પણ પછાડ્યું!એક સમયે ભારતીય લોકોને સૌથી વધુ વફાદાર ગણવામાં આવતા હતા, જ્યાં પત્ની સિવાય અન્ય સ્ત્રી તરફ જોવાની કલ્પના પણ નહોતી. પરંતુ, પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ, અફેર અને બેવફાઈનો ટ્રેન્ડ ભારતમાં પણ વધ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ મામલે ભારતના મોટા મેટ્રો શહેરો કરતાં નાના શહેરો આગળ નીકળી ગયા છે. તમિલનાડુનું એક શહેર એવું છે, જેણે બેવફાઈના મામલે દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોને પણ પાછળ છોડી દીધા છે. આ શહેરનું નામ જાણીને તમે ચોંકી જશો.
Ashley Madisonના રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસોસંબંધોની બદલાતી આ વ્યાખ્યાનો સંકેત ગ્લોબલ ડેટિંગ પ્લેટફોર્મ Ashley Madisonના રિપોર્ટે પણ આપ્યો છે. આ એક મેરિડ ડેટિંગ એપ છે જે ખાસ કરીને એક્સ્ટ્રા મેરિટલ અફેર ચલાવવા માટે જાણીતી છે. તેના જૂન 2025ના આંકડા મુજબ, ભારત તેના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં સામેલ થઈ ગયું છે.
આ રિપોર્ટ અનુસાર, તમિલનાડુનું કાંચીપુરમ શહેર દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોને પાછળ છોડીને ભારતમાં સૌથી વધુ નવા સાઇનઅપ્સ ધરાવતું સ્થળ બની ગયું છે. નોંધનીય છે કે વર્ષ 2024માં કાંચીપુરમ આ યાદીમાં 17મા ક્રમે હતું, પરંતુ હવે તે સીધું પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વધતો ટ્રેન્ડપ્લેટફોર્મે આ ઝડપી ઉછાળ પાછળ કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી, પરંતુ હવે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પણ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનનું પ્રમાણ વધ્યું છે તે સ્પષ્ટ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતના ટોપ 20 જિલ્લાઓમાંથી 9 દિલ્હી-એનસીઆરના વિસ્તાર છે, જેમાં ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઇડા) પણ સામેલ છે.
ચોંકાવનારી વાત એ છે કે મુંબઈ આ યાદીમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે જયપુર, રાયગઢ (છત્તીસગઢ), કામરૂપ (અસમ) અને ચંડીગઢ જેવા શહેરોએ મુખ્ય સ્થાન મેળવ્યું છે. ગાઝિયાબાદ અને જયપુર, જે ટિયર-2 શહેરો ગણાય છે, તેમણે ઘણા મોટા શહેરી કેન્દ્રોને પાછળ છોડી દીધા છે.
Ashley Madisonએ સ્પષ્ટ કર્યું કે આ રેન્કિંગ માત્ર નવા યુઝર સાઇનઅપના આધારે નથી, પરંતુ તેમાં યુઝરની એક્ટિવિટી, પ્લેટફોર્મ પર વિતાવેલો સમય અને એન્ગેજમેન્ટ સ્તર પણ સામેલ છે – આ બધું તે શહેરમાં એક્સ્ટ્રા મેરિટલ રિલેશનના વલણને સ્પષ્ટપણે દર્શાવે છે. અગાઉ એપ્રિલમાં, Ashley Madisonએ એક YouGov સર્વેના પરિણામો શેર કર્યા હતા, જેમાં ભારત અને બ્રાઝિલને સૌથી વધુ અફેર કરનારા દેશો તરીકે બતાવ્યા હતા. ભારતના 53 ટકા પુખ્ત વયના લોકોએ સ્વીકાર્યું કે તેમણે તેમના જીવનમાં ક્યારેક ન ક્યારેક અફેર કર્યું છે.
શું આ આંકડા ભારતીય સમાજમાં બદલાતા સામાજિક મૂલ્યોનું પ્રતિબિંબ છે, કે પછી આધુનિકતાની આડઅસર? તમારા વિચારો શું છે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ