અમદાવાદની PTC કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતી
શેઠ સી.એન.વિદ્યાવિહાર કેમ્પસની PTC કોલેજમાં છેડતી કરનાર અધ્યાપકને સસ્પેન્ડ કરાયો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહાર સંસ્થાના કેમ્પસમાં આવેલી PTC કોલેજમાં ગુરૂ-શિષ્યના સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. કોલેજના સિનિયર અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ મેનેજમેન્ટે અધ્યાપકને સસ્પેન્ડ કરી તપાસ સમિતિની રચના કરી છે.
આ ઘટના 20 માર્ચ, 2026ના રોજ બની હતી. વિદ્યાર્થિનીએ કરેલી લેખિત ફરિયાદ મુજબ તે દિવસે કોલેજમાં પ્રીલિમિનરી પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા દરમિયાન એક અધ્યાપકે વિદ્યાર્થિનીનો હાથ પકડ્યો હતો. તેની દાનત ખરાબ હોવાથી ડરી ગયેલી વિદ્યાર્થિનીએ તે દિવસે કોઈને જાણ કરી ન હતી.
ઘટનાના ચાર દિવસ બાદ 24 માર્ચ 2026ના રોજ ડાયેટના અધિકારીઓ કોલેજમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન મહિલા પ્રોફેસરે વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા કે ફરિયાદ હોય તો જણાવવા કહ્યું ત્યારે પીડિત વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને અધ્યાપક દ્વારા કરાયેલી છેડતી અંગે જાણ કરી હતી.
ઘટના બાદ સંસ્થા દ્વારા વિદ્યાર્થિનીના માતા-પિતાને બોલાવી વાતચીત કરી હતી. 27 માર્ચે વિદ્યાર્થિની અને તેના માતા-પિતા કોલેજ કેમ્પસમાં આવ્યા હતા અને વિદ્યાર્થિનીએ લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતાની સાથે કોલેજ મેનેજમેન્ટે આરોપી અધ્યાપકને તરત જ સસ્પેન્ડ કરી દીધો છે.
સી.એન. વિદ્યાવિહારના મેનેજમેન્ટે જણાવ્યું કે, 'અમારી સંસ્થા 100 વર્ષથી પણ વધુ જૂની છે. સંસ્થામાં આવી ફરિયાદ ક્યારેય સામે આવી નથી. અમારી સંસ્થામાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. અમને ફરિયાદ મળી છે અને અમે તાકીદે અધ્યાપકને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે વધુ તપાસ માટે સમિતિની રચના કરી છે.'
નિયમ મુજબ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે સંસ્થાની 'વિશાખા સમિતિ' ને કેસની તપાસ સોંપી દેવામાં આવી છે. સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે અને તેના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
નોંધનીય છે કે સી.એન. કેમ્પસની PTC (ડીએલએડ) કોલેજ ગ્રાન્ટેડ છે. અગાઉ અહીં માત્ર છોકરાઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. ત્રણ વર્ષ પહેલા અહીં કો-એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેડતીની ફરિયાદ કરનાર વિદ્યાર્થિની અમદાવાદ જિલ્લાના એક ગામની છે અને કોલેજની હોસ્ટેલમાં રહે છે. આરોપી અધ્યાપક 20 વર્ષ કરતાં વધુ સમયથી કોલેજમાં ફરજ બજાવી રહ્યા છે.ોપ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ