સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર અને એકાદશીના શુભ અવસરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો

હનુમાનજીને વિશેષ શણગાર

હનુમાનજીને વિશેષ શણગાર
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર અને એકાદશીના શુભ અવસરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ શણગાર કરાયો હતો. દાદાને પહેરાવવામાં આવેલા વિશેષ વાઘા વડોદરાના બે કારીગરોએ ચાર દિવસની મહેનતથી મખમલના કાપડમાં જરી અને સ્ટોનથી તૈયાર કર્યા હતા.
શ્રી હનુમાનજીને 1.5 કિલોનો હીરાજડિત ચાંદીનો મુગટ પણ ધારણ કરાવવામાં આવ્યો હતો. બગસરાના એક ભક્ત દ્વારા મોકલવામાં આવેલો આંકડાના ફૂલોનો વિશેષ હાર, જેમાં વાદળી રંગથી 'રામ' લખેલું હતું, તે પણ દાદાને અર્પણ કરાયો હતો. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ભક્ત દ્વારા 108 સુખડી અર્પણ કરવામાં આવી હતી અને દાદાના સિંહાસને સેવંતીના રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ દિવ્ય શણગાર અને દર્શનનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ