ઢોસા આરોગ્યા બાદ કેટલાંક લોકોને ઝાડા-ઊલટી
ઘાટલોડિયાની સાઉથર્ન ગ્રુબ ધ ટેસ્ટ ઓફ સાઉથ હોટલને ચેકિંગ બાદ ફૂડ વિભાગે સીલ કરી

હોટલના ચેકિંગમાં અનહાઇજેનિક કન્ડિશન મળી

હોટલના ચેકિંગમાં અનહાઇજેનિક કન્ડિશન મળી
જો તમે પણ બહારનું ખાવાના સોખીન હોવ તો ચેતી જજો! કારણ કે, હોટલ-રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવાનું બનાવવામાં આવે છે અને આ ખોરાક આરોગવાથી બીમાર પડી જશો. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સુરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલી સાઉથેર્ન ગ્રુબ ધ ટેસ્ટ ઓફ સાઉથમાં ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા-ઊલટી થયા હતા. આ મામલે ફરિયાદ મળતા AMC ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હોટલમાં અનહાઈજનીક કન્ડિશન મળી આવી હતી, જેના પગલે તાત્કાલિક હોટલને સીલ કરવામાં આવી છે. સાંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી હોટલમાં ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા-ઊલટી થયા હોવા અંગેની ફરિયાદ મળી હતી. જેથી અમારા દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા હોટલને સીલ કરવામાં આવી છે તેમજ વિવિધ નમૂના પણ લેવામાં આવ્યા છે.
AMC ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. જાન્યુઆરી મહિનામાં છેલ્લાં 10 દિવસમાં હોટલ-રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ચેકિંગ કરીને સાત જગ્યા સીલ કરવામાં આવી છે. ફૂડ સેફટી એક્ટ હેઠળનું લાઇસન્સ વિના અને અનહાઇજેનિક કન્ડિશન હોવાના કારણે સીલ મારવામાં આવી છે. 19 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં 713 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. ફુડ વિભાગ દ્વારા સૌથી વધારે મધ્યાહન ભોજનના 35 સેમ્પલ લેવામાં આવ્યા છે.
દૂધ અને દૂધની બનાવટના 20, મસાલા- સોલ્ટના 14, નમકીનના 10, મીઠો માવો-અંજીર પાકના 2, ખાદ્ય તેલના 3, અન્ય 54 એમ કુલ 141 નમૂના લેવામાં આવ્યા છે. ફુડ વિભાગની ટીમ દ્વારા આ સમયગાળા દરમિયાન 207 જગ્યાને નોટિસ આપી છે. 377 કિલો અને 360 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. રૂ. 1.45 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાન સહિત 268 જગ્યાએ TPC તપાસ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ