ચેક પર 'Lakh' લખવું કે 'Lac'? શું છે RBIનો નિયમ
ડિજિટલ યુગમાં ચેક લખતી વખતે શું ધ્યાન રાખવું? જાણો કયો શબ્દ સત્તાવાર છે

'Lakh' લખવું કે 'Lac'?

'Lakh' લખવું કે 'Lac'?
કેન્દ્ર સરકારના સતત પ્રોત્સાહન અને UPI ના વધતા ઉપયોગ વચ્ચે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. બેંકો સાથેના વ્યવહારોમાં ઝડપથી વધારો થયો છે, પરંતુ આજે પણ કોઈને પેમેન્ટ કરવા માટે ચેકનો ઉપયોગ સૌથી સરળ અને સુરક્ષિત ઉપાય માનવામાં આવે છે.
ચેક આપતી વખતે, અમાઉન્ટ શબ્દોમાં લખવી ફરજિયાત છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે ચેક પર ૧,૦૦,૦૦૦ રૂપિયા દર્શાવવા માટે 'Lakh' લખવું જોઈએ કે 'Lac'? આ અંગે દરેક વ્યક્તિની પોતાની અલગ-અલગ ટેવ છે.
શું લખવું સાચું છે?
'Lakh': આ શબ્દ ઇન્ડિયન કાઉન્ટિંગ સિસ્ટમમાં ૧,૦૦,૦૦૦ રૂપિયા દર્શાવે છે અને હિન્દી તેમજ ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય છે.
'Lac': અંગ્રેજી ડિક્શનરીમાં આ શબ્દનો અર્થ જંતુ દ્વારા બનાવવામાં આવતા એક રાલ જેવા પદાર્થ (વાર્નિશ/પોલિશમાં વપરાય છે) થાય છે, તેમ છતાં ભારતમાં ૧,૦૦,૦૦૦ માટે તેનો ઉપયોગ થાય છે.
RBI શું કહે છે?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી સામાન્ય લોકો માટે 'Lakh' અથવા 'Lac'ના ઉપયોગ પર કોઈ કડક નિયમ બનાવવામાં નથી આવ્યો. જોકે, RBIના બેંકો માટેના માસ્ટર સર્ક્યુલરમાં 'Lakh' ને ૧,૦૦,૦૦૦ માટે સત્તાવાર અને સાચો શબ્દ જણાવવામાં આવ્યો છે. RBIની ચલણી નોટો અને તેની વેબસાઇટ પર પણ 'Lakh'નો જ ઉપયોગ કરવામાં આવે છે.
ચેક રદ થશે?
સારો સમાચાર એ છે કે, જો તમે ચેક પર 'Lac' લખો છો તો તેનાથી તમારો ચેક કેન્સલ કે ડિસઓનર નહીં થાય. મોટાભાગની બેંકો બંને શબ્દો લખેલા ચેક સ્વીકારી લે છે. તેમ છતાં, યુનિફોર્મિટી અને સત્તાવાર ધોરણ જાળવવા માટે ચેક પર અમાઉન્ટ લખતી વખતે 'Lakh'નો ઉપયોગ કરવો વધુ સારો છે, જેથી ભવિષ્યમાં કોઈપણ ગેરસમજથી બચી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ