ઓલા ડ્રાઇવર્સ માટે રાહતના સમાચાર, મુસાફરીનું સંપૂર્ણ ભાડૂ મળશે ડ્રાઇવરને
ઓલા ડ્રાઈવરને મળશે તેમની કમાણીની સંપૂર્ણ રકમ, ઓલા એક ટેકનોલોજી પ્લેટફોર્મ ટેરીકે કરશે કામ અને મુસાફરીની સંપૂર્ણ રકમ મળશે ડ્રાઇવરને

ઓલા ડ્રાઈવરને મળશે મુસાફરી ના 100% રૂપિયા

ઓલા ડ્રાઈવરને મળશે મુસાફરી ના 100% રૂપિયા
ઓલાના સીઇઓ ભાવેશ અગ્રવાલે ઓલાને ઝીરો કમિશન મોડેલ તરીકે જાહેર કરી દીધું છે. આ નવી નીતિ ઓલાના બદલાયેલા બિઝનેસ મોડેલનો એક ભાગ છે. હવે દેશભરમાં 10 લાખથી વધુ ડ્રાઈવરોને તેમની કમાણીની સંપૂર્ણ રકમ મળશે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ડ્રાઇવરોની આવક વધારવાનો હતો.
ડ્રાઈવરને મુસાફરીની સંપૂર્ણ રકમ મળશે:
અગાઉ ઓલાની દરેક મુસાફરી ઉપર ડ્રાઈવર પાસેથી 20 થી 30 ટકા કમિશન લેવામાં આવતું હતું. જેથી ડ્રાઇવરને કમાણીની ઓછી રકમ મળતી હતી. પરંતુ નવા મોડેલ હેઠળ ઓલા ફક્ત એક ટેકનોલોજી પ્લેટફોર્મ તરીકે કામ કરશે જે ગ્રાહક અને ડ્રાઇવરને જોડી આપશે. અહી ગ્રાહકે એપ કે રોકડમાં ચૂકવેલ 100% ભાડું ડ્રાઇવરના ખાતામાં જશે
ડ્રાઇવર્સ માટે રાહતના સમાચાર:
આ સમાચાર બાદ ડ્રાઈવરોએ રાહતનો શ્વાસ લીધો છે. કેમ કે, હવે દેશના 10 લાખ જેટલા ડ્રાઈવરોની કમાણીમાં સીધો વધારો થશે. અગાઉના કમિશનને કારણે ડ્રાઇવરોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હતો, પરંતુ હવે આ નિર્ણયથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે આ પગલું ડ્રાઇવરોનું જીવન સુધારવા માટે લેવામાં આવ્યું છે. આ ફેરફારથી ડ્રાઇવરોનું મનોબળ વધશે અને સેવાની ગુણવત્તામાં પણ વધારો થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ