ગુજરાતી લોકસાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ છે.લોકડાયરામાં કરેલી ટિપ્પણીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં આ વીડિયોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.સૌરાષ્ટ્રના લોકડાયરામાં જાહેર જનતાને ડાંગ વિશે ખોટી વાત કરતાં ડાંગના લોકોમાં રાજભા ગઢવીને લઈ રોષ ફેલાયો છે.
લોકડાયરામાં રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે, તમે ઉત્તરપ્રદેશ, બિહારના જંગલમાં જાઓ તો તમને જંગલવાસીઓ લૂંટી લે. મધ્યપ્રદેશ અને ડાંગના જંગલોમાં જાઓ તો તમારા કપડાં પણ રહેવા ન દે. વધુમાં કહ્યું કે, આ ફક્ત ગીરમાં એવું છે કે, જ્યાં જો તમે રાત્રે ભૂલા પડો તો તમને વચ્ચે આવીને લોકો જમાડવા માટે લઈ જાય.
ડાંગના લોકોમાં રાજભા ગઢવીને લઈ રોષ ફેલાયો છે. ડાંગના રાજવીએ ચેલેન્જ કરતાં કહ્યું હતું કે, તે આદિવાસીઓની માફી માગે નહિ તો અમે તેના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરીએ છીએ.વલસાડના સાંસદ ધવલ પટેલે પણ વિરોધ કર્યો છે.
રાજભા ગઢવીના નિવેદન બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાજભા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે રાજભા ગઢવીના નિવેદનને લઇ વિરોધ નોંધાવ્યો છે. સાંસદ ધવલ પટેલે રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માગે તેવી માગ કરી છે. તેમણે કહ્યું કે, ડાંગ સાપુતારાના આદિવાસીઓ મહેમાનગતિમાં પાછળ પડતા નથી. રાજભા ગઢવી માફી નહીં માગે ત્યાં સુધી આદિવાસી સમાજનો વિરોધ કરશે