રાજસ્થાન: ધોલપુરમાં ગમખ્વાર અકસ્માત, 8 બાળકો સહિત 11નાં મોત
પૂરપાટ ઝડપે સ્લીપર કોચ બસે ટમ્પોને મારી ટક્કર

ગમખ્વાર અકસ્માત

ગમખ્વાર અકસ્માત
રાજસ્થાનના ધોલપુરમાં શનિવારે મોડી રાત્રે નેશનલ હાઈવે-11B પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 8 બાળકો અને બે મહિલાઓ સહિત 11 લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ઝડપભેર બસે ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માત બારી સબડિવિઝન વિસ્તારમાં થયો હતો. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા લોકો કોઈ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક બસે તેમને ટક્કર મારી હતી. જેના કારણે ટેમ્પો ફંગોળાયો હતો.
અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને ધોલપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. ત્યાં મૃતકોના મૃતદેહને બારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતમાં બસને પણ નુકસાન થયું હતું, જેને પોલીસે જપ્ત કરી લીધી હતી.
બારી હોસ્પિટલના પીએમઓ ડો.હરિકિશન મંગલના જણાવ્યા અનુસાર, રાત્રે 12 વાગ્યે ઘાયલોને સારવાર માટે બારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તમામ ઘાયલોની સારવાર શરૂ કરી હતી. તેમણે કહ્યું કે 14 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 10ના મોત થયા હતા. તે જ સમયે, 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારી સારવાર માટે ધૌલપુર રીફર કરવામાં આવ્યા હતા.
બારી કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી શિવ લહારી મીણાએ જણાવ્યું કે ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા લોકો બરૌલી ગામમાં એક સગપણ સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન સુનીપુર ગામ પાસે સ્લીપર કોચ બસે ટેમ્પોને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્તોમાં સ્લીપર કોચ બસના ડ્રાઈવર અને કંડક્ટરનો પણ સમાવેશ થાય છે. તમામ મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ