ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે ભારતીય કિસાન સંઘ મેદાને, જો વાત સાંભળવામાં નહી આવે તો આંદોલન કરીશું
ગીર ઇકો સેન્સેટિવ ઝોન મામલે ગીર પથંકના ગામોમાં વિરોધ

ભારતીય કિસાન સંઘની પત્રકાર પરિષદ

ભારતીય કિસાન સંઘની પત્રકાર પરિષદ
રાજકોટમાં ભારતીય કિસાન સંઘની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ કિસાન સંઘના પ્રમુખ તરીકે સુરેશ કણસાગરાની નિમણૂક કરાઈ છે.આ પ્રેસ વાર્તામાં ઈકો ઝોન,વરસાદમાં નુક્સાની,ડુપ્લીકેટ બિયારણ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કિસાન સંઘે ખેડૂતોના હિતમાં તમામ મુદ્દે લડત આપવાની વાત કરી હતી.
ગીર ઇકો સેન્સેટિવ ઝોન મામલે ગીર પથંકના ગામોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો દ્વારા આ અંગે સબંધિત વિભાગોને રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ આવ્યો ન હતો. જેથી હવે ભારતીય કિસાન સંઘ આ મામલે મેદાનમાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘ દ્વારા જણવવામાં આવ્યું છેકે, જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો ગીર ઇકો સેન્સેટિવ મુદ્દે આંદોલન કરવામાં આવશે.
સંઘે વધુમાં કહ્યું છેકે, વરસાદથી નુકસાન થાય તો ખેડૂતોને સરકાર ટેકો કરે છે પરંતુ સહાય ચૂકવતી નથી. સર્વેમાં પણ વિલંબ થતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે. કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી એ સમયે પણ અમે આંદોલનો કર્યા હતા. ખેડૂતોના મામલે કેન્દ્ર સરકાર સામે આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ. જોકે કોંગ્રેસ પ્રેરિત કોઇ આંદોલન હશે તેને સંઘ સમર્થન આપશે નહીં પરંતુ અલગથી ચોકો ઉભો કરીને સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે. કોઇ રાજકીય બેનર તળે ખેડૂતો આંદોલન ન કરે.
કિસાન સંઘ સાથે જોડાયેલા ખેડૂતોને, કોંગ્રેસની કિસાન પંચાયતમાં જતા નહી રોકીએ તેમ કિસાન સંઘના નેતાઓએ કહ્યું હતું. ડુપ્લીકેટ બિયારણ મુદ્દે કિસાન સંઘ રજૂઆત કરશે. ગુજરાતમાં વેંચાય રહ્યા છે ખુલ્લેઆમ ડુપ્લીકેટ બિયારણ.ગુજરાત સરકારને આ મુદ્દો ધ્યાન પર છે જ.4G અને 5Gના નામે ખેડૂતો ડુપ્લીકેટ બિયારણ મુદ્દે ભોગ બન્યા હોઈ તો કિસાન સંઘનો સંપર્ક કરે.નકલી બિયારણ મુદ્દે કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ