ભારે કરી: હવે દાદી-નાની પણ ભાડે મળશે
શરુ થઈ નવી સર્વિસ, એક કલાકનો આટલો ચાર્જ લેશે

ભારે કરી: હવે દાદી-નાની પણ ભાડે મળશે, એક કલાકનો આટલો ચાર્જ લેશે

ભારે કરી: હવે દાદી-નાની પણ ભાડે મળશે, એક કલાકનો આટલો ચાર્જ લેશે
અત્યાર સુધી આપણે માનતા હતા કે સંબંધો ઉપરથી બનીને આવે છે, અને આપણા જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે કે આપણી મમ્મી કોણ હશે કે દાદી કોણ હશે. આ સંબંધોને ખરીદી શકાતા નથી, પરંતુ હવે જાપાનમાં આ વિચારને પડકારતી એક અનોખી સેવા શરૂ થઈ છે.
'ઓકે ગ્રાન્ડમા' – એકલતા દૂર કરવાનો નવતર પ્રયોગ
ટોક્યોની ક્લાઈંટ પાર્ટનર્સ નામની એક કંપનીએ 'ઓકે ગ્રાન્ડમા' નામની એવી સેવા શરૂ કરી છે, જેમાં વૃદ્ધોને ભાડે આપવામાં આવે છે. જો તમે એકલતા અનુભવી રહ્યા છો, તો તમને વૃદ્ધ લોકો જેમ કે દાદી-નાની ભાડે મળી જશે, જે ફક્ત તમને ભાવનાત્મક સહારો જ નહીં આપે, પણ તમારા ઘરના કામમાં પણ મદદ કરશે.
આ સુવિધા અંતર્ગત, 60 થી 94 વર્ષની ઉંમરની મહિલાઓ, જેઓ દાદી અથવા નાનીની ભૂમિકા ભજવી શકે છે, તેમને અલગ-અલગ કામો માટે બોલાવી શકાય છે.
સેવાઓ અને સામાજિક ફાયદા
આ દાદી-નાની ભોજન બનાવવા, સફાઈ કરવા, સંબંધો અંગે સલાહ આપવા અથવા ફક્ત વાતચીત કરીને તમને ભાવનાત્મક ટેકો આપવામાં મદદ કરી શકે છે. કેટલાક લોકો તો આ 'દાદીઓ'ને લગ્ન, રમતગમત અથવા પાર્ટીઓમાં પણ બોલાવે છે, જેથી ત્યાં એક ઘર જેવો માહોલ ઊભો થઈ શકે.
જાપાનમાં આ સેવાને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, કારણ કે તે અહીંની વૃદ્ધ મહિલાઓને ન ફક્ત કામનો મોકો આપે છે, પણ તેમને સમાજ સાથે જોડાવા અને આત્મનિર્ભરતાનો પણ અનુભવ કરાવે છે. તેનાથી એવા વૃદ્ધોને પણ ટેકો મળે છે, જેઓ એકલતા અનુભવી રહ્યા હોય છે.
કિંમત અને સામાજિક અસરઆ સર્વિસની કિંમત લગભગ 3300 યેન (આશરે ₹1,770) પ્રતિ કલાક છે. આ ઉપરાંત, 3000 યેન (આશરે ₹1,610) ટ્રાન્સપોર્ટ માટે પણ ચૂકવવા પડે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ ફક્ત એક બિઝનેસ મોડેલ નથી, પરંતુ સમાજમાં છૂટા પડેલા સંબંધોને એક કરવાનો એક પુલ સમાન છે. જાપાનમાં દર 4માંથી એક વ્યક્તિ 65 વર્ષથી વધુ ઉંમરનો છે, ત્યારે આવા સમયે Ok Grandma જેવી સુવિધા ઘણી રીતે મદદરૂપ સાબિત થઈ રહી છે. આ પહેલ સામાજિક બંધનોને મજબૂત કરવામાં અને એકલતા સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ