ગુજરાતમાં ધીમી ધારે વરસાદઃ 168 તાલુકામાં સરેરાશ 4.29 મીમી વરસ્યો
1 થી 50 મીમી વરસાદ નોંધાયોઃ રાજ્યના 59 ડેમ હાઈ એલર્ટ ઉપર

Moderate rainfall in Gujarat: Average 4.29 mm rains in 168 talukas

Moderate rainfall in Gujarat: Average 4.29 mm rains in 168 talukas
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 168 તાલુકામાં સરેરાશ 4.29 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે 83 તાલુકા કોરાધાકોર રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે કપરાડામાં સવા ઈંચ, કરજણ અને બોરસદમાં એક ઈંચ તેમજ આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો માટે કાચુ સોનું વરસી રહ્યુ છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 168 તાલુકામાં સરેરાશ 4.29 મીમી વરસાદ વરસ્યો છે.
213 તાલુકામાંથી 168 તાલુકામાં 1 થી 50 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 83 તાલુકામાં મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં સરેરાશ 883 મીમી વરસાદની તુલનામાં 602.12 મીમી એટલે કે 68.19 ટકા વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 86.68 ટકા અને સૌથી ઓછો મધ્ય ગુજરાત ઝોનમાં 48.97 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 50.98 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં78.09 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 82.24 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 47 ડેમ છલકાયા :
રાજ્યના કુલ 206 ડેમોમાંથી 59 ડેમ છલકાઈ જતાં હાઈએલર્ટ પર છે. જ્યારે 15 ડેમ છલકાવાની તૈયારીમાંથી હોવાથી એલર્ટ પર છે. 12 ડેમ વોર્નિંગ ઉપર છે.
47 ડેમ 100 ટકા ભરાયા છે. 39 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 20 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 43 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 57 ડેમ હજુ 25 ટકાથી નીચે ભરાયા છે.
સરદાર સરોવર ડેમમાં ભયજનક 454.98 ફૂટની સામે હાલમાં 412.53 ફૂટ જળ સપાટી છે. એટલે કે 62.98 ટકા ભરાયો છે. હાલમાં 91181 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 20985 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
9 સ્ટેટ હાઈવે અને 121 પંચાયતના રસ્તા બંધ :
રાજ્યમાં ભારે વરસાદના કારણે 9 સ્ટેટ હાઈવે બંધ છે. આણંદ, કચ્છ, ભરૂચ, નર્મદા, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 અને પોરબંદર જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે બંધ છે.
રાજ્યમાં અન્ય 5 માર્ગો બંધ છે. જ્યારે પંચાયતના 121 રસ્તા બંધ છે. જેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 45 રસ્તા, વલસાડમાં 15, જૂનાગઢમાં 13 અને સાબરકાંઠામાં 9 પંચાયતના રસ્તા બંધ છે. આણંદ જિલ્લામાં 15 અને બનાસકાંઠા જિલ્લામાં 2 એસટીના રૂટ બંધ છે.
6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી :
રાજ્યના 6 જિલ્લામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં 6 અને 7 ઓગષ્ટના રોજ તેમજ ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં 8 ઓગષ્ટના રોજ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
રાજ્યમાં 86.13 જમીનમાં ખરીફ વાવેતર પૂર્ણ :
ગુજરાતમાં સરેરાશ 85,58,815 હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર થાય છે. તેમાંથી વર્ષ 2023માં 74,63,736 હેક્ટરમાં વાવેતર થયુ હતુ. આ વર્ષે 6 ઓગષ્ટ સુધીમાં 73,72,094 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે.
એટલે કે 86.13 ટકા ખરીફ વાવેતર થયુ છે. 12,22,982 હેક્ટરમાં અનાજ પાકનું, 3,39,313 હેક્ટરમાં કઠોળ પાકનું, 23,87,516 હેક્ટરમાં તેલિબિયા પાકનું અને 34,22,283 હેક્ટરમાં કપાસ, તમાકુ અને શાકભાજી જેવા અન્ય પાકનું વાવેતર થયુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ