મધ્યપ્રદેશ; જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2 કર્મચારીઓના મોત
જોરદાર વિસ્ફોટમાં 10થી વધારે કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ

જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ
મધ્યપ્રદેશના જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થતાં 2થી વધુ લોકોના મોત થયાં હતા તથા ઘણા ગંભીર રીતે ઘાયલ થયાં હતા.
મધ્યપ્રદેશના જબલપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 10થી વધારે કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોતની પણ માહિતી સામે આવી રહી છે. કહેવાય છે કે ઓર્ડનન્સ ફેક્ટરીના F-6 સેક્શનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. ઘણા કર્મચારીઓ કાટમાળ નીચે દટાયા હોવાના પણ અહેવાલ છે. ફેક્ટરી મેનેજમેન્ટ-જિલ્લા વહીવટી તંત્ર બચાવ કાર્યમાં લાગેલું છે. આ અકસ્માતના સમાચાર ત્યારે આવ્યા જ્યારે ઘાયલ કામદારોને ફેક્ટરીમાંથી સારવાર માટે બહાર મોકલવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ