આજથી સિંહ દર્શન શરૂ, પ્રથમ દિવસે જ સહેલાણીઓનો ધસારો
જંગલમાં સિંહોનું 4 મહિનાનું ચોમાસુ વેકેશન પૂર્ણ

આજથી સિંહ દર્શન શરૂ

આજથી સિંહ દર્શન શરૂ
આજથી જૂનાગઢમાં સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે.જંગલમાં સિંહોનું 4 મહિનાનું ચોમાસુ વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આજે પ્રથમ દિવસે જ સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારે જંગલ સફારીમાં સિંહ દર્શન માટે આવેલા સહેલાણીઓનું દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તમામ સહેલાણીઓને કુમકુમ તિલક કરીને પુષ્પ અપાયું હતું.
નોંધનીય છે કે, દર વર્ષે ચોમાસામાં 15 જુનથી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિનાનો સમયગાળો સિંહો સહિતના વન્ય પ્રાણીઓનો સંવનનકાળ ગણવામાં આવે છે. જેથી આ સમયગાળા દરમિયાન સહેલાણીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. અને સિંહદર્શન સદંતર બંધ રહે છે. જોકે આ વેકેશન પૂર્ણ થઈ ગયું છે. પ્રવાસીઓએ જંગલમાં પ્રવેશ માટે મંજૂરી લેવી પડે છે. તેના માટે વન વિભાગ દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીનો તહેવાર સૌથી મોટા તહેવારમાનો એક છે અને આ દરમિયાન દેશ વિદેશથી પ્રવાસીઓ ગીર જંગલ સફારીની મુલાકાતે આવે છે ત્યારે આ વર્ષે પણ તહેવારોમાં હજારો લોકો જંગલ સફારીનો આનંદ માણી શક્શે.સિંહના દર્શન માટે ઓનલાઈન બુંકીંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસની વાત કરીએ તો કુલ 7 પરમિટનું બુકીંગ કરવામાં આવ્યુ હતું. જ્યારે એડવાન્સ 75 પરમિટનું બુકીંગ થઈ ગયું છે.
ગત વર્ષની વાત કરવામાં આવે તો દેશ વિદેશમાંથી પ્રવાસીઓએ ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. જેમાં 2023-24ના વર્ષ દરમિયાન 5488 ભારતીય અને 79 વિદેશી પ્રવાસીઓ મળીને કુલ 5567 પ્રવાસીઓએ જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. આ વર્ષે ગીરમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જેથી ચોમાસા દરમિયાન જંગલમાં અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા. જેનું સમાકામ પણ કરી લેવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ