ગૂગલ ડૂડલમાં આજે 'ઈડલી'ને સ્થાન
ગૂગલ ડૂડલમાં કેળાના પાન પર ઈડલીને વિશેષ સ્થાન આપીને ભારતીય ખાદ્ય પરંપરાને વૈશ્વિક ઓળખ આપી

ગૂગલ ડૂડલ

ગૂગલ ડૂડલ
ગૂગલ ડૂડલમાં તાજેતરમાં ઈડલીને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું, જેમાં કેળાના પાંદડા પર ઈડલી બનવાની અને પીરસવાની એનિમેટેડ પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી. ગૂગલ ડૂડલનો આ અંદાજ દક્ષિણ ભારતીય ખાદ્ય પરંપરાને સન્માનિત કરે છે, અને ભારતીય ભોજનને વિશ્વભરમાં માન્યતા અપાવે છે. ભલે વિશ્વ ઇડલી દિવસ 30 માર્ચે ઉજવવામાં આવે છે, પરંતુ ગૂગલ ડૂડલ દ્વારા આ નાસ્તો વૈશ્વિક મંચ પર ચમક્યો. તમિલનાડુ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારત સુધી લોકપ્રિય થયેલી ઈડલી માત્ર એક ભોજન નહિ, પરંતુ એક ભાવના બની ચૂકી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પણ ઈડલીને એક પૌષ્ટિક આહાર માને છે, કારણ કે ફર્મેન્ટેશન દરમિયાન તેમાંના કાર્બોહાઇડ્રેટ્સ પચવામાં સરળ બની જાય છે, જે તેને વરાળથી રંધાતી આદર્શ વાનગી બનાવે છે.
વૈદિક સાહિત્યથી કન્નડ સાહિત્ય સુધી
આ અદ્ભુત નાસ્તાના મૂળ ક્યાં છે, તે અંગે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. જાણીતા શેફ રણવીર બ્રાર માને છે કે, ઈડલી ઈન્ડોનેશિયાથી ભારતીય દરિયા કિનારાના રાજ્યોમાં વેપારીઓ દ્વારા આવી હશે, જોકે આ મંતવ્ય પર ઘણા લોકો અસહમત છે. ઈતિહાસમાં ઘણી સદીઓ પહેલાં વૈદિક સાહિત્યના યુગમાં 'કરવ/કરંભ' નામની વાનગીનો ઉલ્લેખ છે, જે જવના સત્તુને દહીંમાં ભેળવીને વરાળથી રંધાતી હતી. જોકે, આ કરવ ઈડલી જેવું જ હતું કે નહીં તે સ્પષ્ટ નથી.
ઈડલીને રાજવી ભોજનમાં પ્રથમ સ્થાન
ઈડલીનો સૌથી જૂનો લેખિત ઉલ્લેખ 920 ઈ.સ.માં કન્નડ સાહિત્યના ગ્રંથ 'વડ્ડારાધને'માં 'ઇડલીગે' તરીકે મળે છે, જેને 18 ખાસ વ્યંજનોમાંનું એક ગણાવાયું છે. જોકે, તે સમયે તે કાળા ચણા અને છાશમાંથી બનતું હતું. 125 ઈ.સ.માં ચવુંદરાય-દ્વિતીયના 'લોકોપકાર' અને 1130 ઈ.સ.માં રાજા સોમેશ્વર તૃતીયના વિશ્વકોશ 'માનસોલ્લાસ'માં પણ ઈડલી બનાવવાની વિસ્તૃત રીતનો ઉલ્લેખ છે, જેણે ઈડલીને રાજવી ભોજનમાં પ્રથમ સ્થાન આપ્યું હતું. તમિલ સાહિત્યમાં 17મી સદીમાં 'ઈત્તલી' અને ગુજરાતી પુસ્તક વરનકા સમુચ્ચયમાં 'ઇદરી' નામથી તેનો ઉલ્લેખ છે.
આ પણ વાંચો: ધનુષની ફિલ્મ 'ઈડલી કડાઈ'ની રિલીઝ ડેટ આવી ગઈ
આધુનિક ઈડલીનું સ્વરૂપ
ભારત સહિત વિશ્વના આહાર ઈતિહાસ પર સંશોધન કરનાર ખાદ્ય વૈજ્ઞાનિક કેટી આચાર્ય પણ માને છે કે, ઈડલીનું આધુનિક સ્વરૂપ ઈન્ડોનેશિયાથી આવ્યું હોઈ શકે છે, જ્યાં તે 'કેડલી' તરીકે ઓળખાય છે. એક લોકકથા અનુસાર, એક ભારતીય રાજાએ પોતાની બહેનનાં લગ્ન ઈન્ડોનેશિયાના રાજ પરિવારમાં કરાવ્યા, ત્યારે દહેજમાં ગયેલા રસોઈયાઓ દ્વારા આ વાનગી ત્યાં બનાવવામાં આવી અને વધુ સમૃદ્ધ બની. પાછળથી, ત્યાંના વેપારીઓ દ્વારા તે ભારત પાછી આવી અને ફર્મેટેશન પ્રક્રિયા માટે યીસ્ટ અથવા સોડાનો ઉપયોગ કરીને ઈડલીના આધુનિક બાફેલા સ્વરૂપની શરૂઆત થઈ.
ઈડલીને સાંભાર અને ચટણી સાથે પીરસાય
આ નવી પદ્ધતિએ ઈડલી બનાવવામાંથી દહીં અને છાશની અનિવાર્યતાને દૂર કરી. જોકે, આજે પણ ઈડલીના પરંપરાગત સ્વાદ માટે ચોખાના લોટના ખીરાને રાતભર છાશમાં પલાળીને ફર્મેટેશન પ્રક્રિયા માટે છોડી દેવામાં આવે છે, અને પછી વરાળથી રંધાતી ગરમ ઈડલીને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ