Human First પુસ્તક, એક ડોક્ટરની માનવતાની સફર
ક્રિકેટથી મેડિકલ સુધીની પ્રેરણાદાયી સફરનું વર્ણન, ડોક્ટરની માનવતા અને સંવેદનાની કહાની

ડો. યોગેશ ગુપ્તાના પુસ્તકના પેજની તસવીર

ડો. યોગેશ ગુપ્તાના પુસ્તકના પેજની તસવીર
Human First: From Boy to Healer એક એવી હૃદયસ્પર્શી કથા છે. જે એક સામાન્ય છોકરાની અસાધારણ સફર રજૂ કરે છે. જે પોતાના ક્રિકેટના સપનાઓ છોડીને ડોક્ટર બને છે. તેઓ ડોક્ટર બનીને સમજે છે કે ડોક્ટરી માત્ર માર્ક્સ કે ડિગ્રીનો વિષય નથી. પરંતુ સંવેદના અને માનવતાનો માર્ગ છે.
આ પુસ્તકમાં મેડિકલ જીવનના અનેક પડકારો દર્શાવવામાં આવ્યા છે. જેમ કે, પ્રથમ વર્ષનો રેગિંગ અનુભવ, ડિસેક્શન હોલનો ડર, રેસિડન્સીની ઊંઘ વિહીન રાતો, ભૂકંપ, કોમી દંગા અને મહામારી જેવી પરિસ્થિતિઓ. દરેક ઘટનામાં એક ડોક્ટર કેવી રીતે માનવ જીવન માટે લડે છે તેની વાસ્તવિક ઝલક જોવા મળે છે.
દર્દીના મૃત્યુ પછીની દુઃખદ પળો, હોસ્પિટલના અંધારા રૂમોમાં પણ હાસ્ય અને હિંમત સાથે કામ કરવાની ક્ષમતા. ઉપરાંત દરેક દર્દી માટે સતત લડવાની ભાવના આ પુસ્તકને વધુ અસરકારક બનાવે છે.
આ પુસ્તક ડોક્ટરો, મેડિકલ વિદ્યાર્થીઓ, કેરગિવર્સ અને દર્દીઓ માટે એક પ્રેરણાદાયી સંદેશ આપે છે કે સફેદ કોટ પાછળ પણ એક સંવેદનશીલ માનવ હૃદય હોય છે. આજના કઠિન મેડિકલ જીવનમાં સહાનુભૂતિ કેવી રીતે જળવાય તે સમજવા માટે આ પુસ્તક એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે.
લેખક વિશે જાણકારી
ડૉ. યોગેશ એ. ગુપ્તા એક અનુભવી કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે. તેઓને 24 વર્ષનો ક્લિનિકલ અનુભવ અને 11 વર્ષનો મેડિકલ વિદ્યાર્થી તરીકેનો અનુભવ છે. તેઓ અમદાવાદની અગ્રણી હોસ્પિટલમાં ઇન્ટર્નલ મેડિસિન અને જેરિયાટ્રિક્સના ડિરેક્ટર તરીકે સેવા આપે છે.
ડૉ. યોગેશ એ. ગુપ્તાએ અન્ય પુસ્તકો પણ લખ્યા છે. જેવા કે, Doctors, God? Nah! Endangered Healers, COVID Diaries: Virus vs We, We Learn as We Grow, Healing the Rift, અને Healthcare, Law, and Ethics.
તેઓ આરોગ્ય ક્ષેત્રમાં માનવતા, વિશ્વાસ અને પારદર્શિતાને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
Human First: From Boy to Healer પુસ્તક Ukiyoto અને Amazon પર ઉપલબ્ધ છે.

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર