અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ
પૂર્વમાં કરોડોના ખર્ચે નાખેલી ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈન કામ ન આવી

નવા પ્રોજેક્ટ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત

નવા પ્રોજેક્ટ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
અમદાવાદ, ગુજરાત: રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ શહેરમાં શનિવાર મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. મોડી રાતથી રવિવારની વહેલી સવારના 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, વસ્ત્રાપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણીનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઈન્કમટેક્સ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
મધુમાલતી આવાસમાં વરસાદી પાણી અને ગટરના બેક માર્યાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ₹81 કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારમાં "ઈસ્ટર્ન મેઈન ટ્રંકલાઈન" નાખવામાં આવી હોવા છતાં, પૂર્વ વિસ્તારના નિકોલ ખાતેની મધુમાલતી આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદ બંધ થયાના 4 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. વધુ ચિંતાજનક બાબત એ છે કે વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવા લાગ્યા છે, જેના કારણે આખી આવાસ યોજના જળમગ્ન થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈ, 2025ના રોજ જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર પ્રતિભા જૈને આ ઈસ્ટર્ન મેઈન ટ્રંકલાઈનનું લોકાર્પણ કર્યું હતું.
મંત્રીઓના દાવા પોકળ સાબિત થયાઈસ્ટર્ન મેઈન ટ્રંકલાઈનના લોકાર્પણ સમયે મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે આ નવી લાઈન નાખ્યા બાદ નિકોલ, રામોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહેશે નહીં. જોકે, નિકોલ વિસ્તારમાં પડેલા માત્ર બે ઈંચ જેટલા વરસાદમાં જ આ દાવાઓ પોકળ સાબિત થયા છે. પાણીના નિકાલની ધીમી ગતિ અને ગટરના પાણી બેક મારવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવતશહેરમાં મોડી રાત્રે બે વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, અને ત્યારબાદ રાત્રે 3 વાગ્યે ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રે 3 થી 4 વાગ્યા સુધીના એક કલાકમાં વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જોધપુર, શાહપુર, શાહીબાગ, લાલ દરવાજા, આસ્ટોડિયા, જમાલપુર, વસ્ત્રાપુર, રખિયાલ, સરસપુર સહિતના વિસ્તારોમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યા સુધી વરસાદ સતત ચાલુ રહેતા પૂર્વ વિસ્તારના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને સરસપુર, નિકોલ, રામોલ, રખિયાલ અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી.
સરસપુરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. એક સ્થાનિકે જણાવ્યું કે, "અહીંયા દર વખતે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે. રોજ 10 હજારથી વધુ લોકો આ રસ્તાથી અવરજવર કરે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ