ગાંધીનગરમાં ગુજરાત સેમિ કનેક્ટ કોન્ફરન્સ-2024નો શુભારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો

Gujarat Semi Connect Conference-2024 kicks off in Gandhinagar

Gujarat Semi Connect Conference-2024 kicks off in Gandhinagar
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ આયોજિત ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2024’નો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિ કન્ડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓને ગુજરાતમાં આવકારતાં કોન્ફરન્સને ‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’ ગણાવી હતી.
મુખ્યમંત્રીએ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના પ્રતિક સમાન દેશની સૌપ્રથમ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન ગુજરાતમાં થવા જઈ રહ્યું હોવા અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું.
સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવી સેમિકન્ડક્ટર તથા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વન ટુ વન બેઠક કરી
તાઇવાનના મુંબઈ સ્થિત ઇકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રીયુત હોમર સી.વાય.ચંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2024માં આવેલા શ્રીયુત હોમરે કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્ર બાદ મુખ્યમંત્રી સાથે મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજી હતી. તેમણે ગુજરાત સાથે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ટ્રેડ રિલેશન્સ વધારવા તત્પરતા દર્શાવી હતી.
તાઈવાનના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ વધુ સંગીન બનાવવા ગુજરાતમાં તાઇવાનની સ્ટેટ ઓફીસ શરૂ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ તાઈવાનના શિન્સુ સાયન્સ પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ ધરાવતા સેમિકોન સિટીનું ધોલેરામાં નિર્માણ કરવા તાઇવાનનું માર્ગદર્શન અને એક્સપર્ટિઝનો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધવા ઈચ્છતી હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર ઉપરાંત હાઇ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોના વિકાસ માટે ધોલેરા અને સાણંદમાં સંભાવનાઓ છે તેનો પણ લાભ લેવા તાઇવાન પ્રતિનિધિ મંડળને અનુરોધ કર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ