સોના-ચાંદીમાં અટકી તેજી: ભાવમાં મોટો ઘટાડો!
સોનું ₹10,700 અને ચાંદી ₹25,000 થી વધારે સસ્તી થઈ; પ્રોફિટ બુકિંગ અને સ્થિરતા જવાબદાર

સોનુ થયુ વધારે સસ્તુ

સોનુ થયુ વધારે સસ્તુ
ચાલુ કેલેન્ડર વર્ષના છેલ્લા સાડા આઠ મહિના સુધી કિંમતી ધાતુઓમાં જોવા મળેલી આક્રમક તેજીનો હવે અંત આવ્યો છે. 15મી ઓક્ટોબરથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે રોકાણકારો માટે એક મોટો ફેરફાર છે. સોનું તેની ઓલ-ટાઈમ હાઈ સપાટીએથી ₹10,700 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે, જ્યારે ચાંદી પણ તેની ₹1.80 લાખ પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચથી ₹25,000 થી વધારેનો ઘટાડો જોવા મળ્યો.
અમદાવાદના બજારમાં, સોનું 14 ઓક્ટોબરે નોંધાયેલી તેની ઐતિહાસિક ટોચ ₹1,31,700 પ્રતિ 10 ગ્રામથી આજે ₹10,700 તૂટીને ₹1,21,500 પ્રતિ 10 ગ્રામની આસપાસ ક્વોટ થઈ રહ્યું છે. તેવી જ રીતે, ચાંદી તેની ₹1,80,000ની રેકોર્ડ ટોચથી ગગડીને આજે ₹1,45,000 પ્રતિ કિગ્રાની આસપાસ બોલાઈ રહી છે.
ભાવ ઘટવા પાછળના મુખ્ય પરિબળો:
વૈશ્વિક સ્થિરતા અને પ્રોફિટ બુકિંગ: વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ કટોકટી હળવી થતાં અને આર્થિક સ્થિરતાના સંકેતો મળતાં રોકાણકારો હવે નફો બુક કરી રહ્યા છે. અમેરિકામાં ફુગાવામાં અપેક્ષા કરતાં સારો સુધારો જોવા મળ્યો છે, જે રોકાણકારોને જોખમ મુક્ત ધાતુઓમાંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે.
ઈક્વિટી બજાર તરફ રોકાણ: વૈશ્વિક સ્થિરતા અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા સાથે ફરી એકવાર ઈક્વિટી બજારમાં તેજી જોવા મળી છે. વિદેશી રોકાણકારો પણ કિંમતી ધાતુઓમાંથી મૂડી ડાયવર્ટ કરીને ઈક્વિટી તરફ વળી રહ્યા છે, જેના કારણે સોના-ચાંદીની માગ ઘટી છે.
ટ્રેડવૉરની ભીતિમાં ઘટાડો: અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરના સમાધાન માટે ચાલી રહેલી વાટાઘાટો સકારાત્મક સંકેતો આપી રહી છે. આ ઉપરાંત, ઈઝરાયલ-ગાઝા શાંતિ કરારની ચર્ચા, થાઈલેન્ડ-મલેશિયાની મંત્રણા અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પરની ચર્ચા જેવા પરિબળોએ વૈશ્વિક આર્થિક સ્થિરતાનો સંકેત આપ્યો છે, જેણે કટોકટીના સમયમાં રોકાણની ધાતુની માગ ઘટાડી છે.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે વૈશ્વિક અનિશ્ચિતતાના પગલે સોનાના ભાવમાં ₹53,000 અને ચાંદીના ભાવમાં ₹93,500નો જંગી ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા 10 દિવસમાં જ ચાંદીએ ₹35,000નો કડાકો નોંધાવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ