હિંમતનગરમાં ખેડૂતોનું મહાસંમેલન, HUDA રદની માંગ
18 ગામના હજારો ખેડૂતો ‘HUDA હટાવો જમીન બચાવો’ના નારા સાથે કાંકણોલ ખાતે એકઠા થયા

હિંમતનગરના કાંકણોલમાં 18 ગામના ખેડૂતોએ એકઠા થઈને હુડાનો વિરોધ કર્યો હતો

હિંમતનગરના કાંકણોલમાં 18 ગામના ખેડૂતોએ એકઠા થઈને હુડાનો વિરોધ કર્યો હતો
હિંમતનગર નજીકના 18 ગામોના ખેડૂતો આજે ‘HUDA હટાવો, જમીન બચાવો’ના નારા સાથે કાંકણોલ પાસેના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય મહાસંમેલનમાં જોડાયા. હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) હેઠળ 11 ગ્રામપંચાયતનાં ગામોને સામેલ કરવાની સરકારની જાહેરાત સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
આ મહાસંમેલનમાં હજારો ખેડૂતો ટ્રેક્ટર અને વાહનોમાં આવી પરિવાર સાથે હાજર રહ્યા. કુલ 15 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી છતાં હજારો ખેડૂતો ઉભા રહી પણ આંદોલનકારક ભાષણો સાંભળ્યા. વરસાદ દરમિયાન પણ ખેડૂતો સ્થળ છોડ્યા વિના બેસી રહ્યા અને એક જ નારો ઉચ્ચારતા રહ્યા — HUDA હટાવો જમીન બચાવો.
આંદોલનનું મૂળ કારણ છે 40% જમીન કપાતનો ભય. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ મુજબ, ખેડૂતોની જમીનમાં 40% હિસ્સો જાહેર હેતુ માટે લઈ શકાય છે, તે પણ નાણાકીય વળતર વિના.
હિંમતનગરના ખેડૂતોના જણાવ્યા મુજબ, તેમનું જીવન ખેતી અને પશુપાલન પર આધારિત છે. જો 40% જમીન કપાત જશે, તો બાકીની જમીનમાં રોજગાર અને જીવનનિર્વાહ મુશ્કેલ બનશે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં જમીનના ભાવ વધતા ખેડૂતોને ફાયદો થયો હતો, પરંતુ હિંમતનગરમાં તે શક્ય નથી.
મહાસંમેલનમાં સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે 15 દિવસનું અલ્ટીમેટમ જાહેર કર્યું. તેમણે જણાવ્યું કે જો સરકાર HUDA રદ નહીં કરે, તો ખેડૂતો ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પ્રદર્શન કરશે અને નેતાઓનો ઘેરાવ કરશે.
હિંમતનગર તાલુકાના ખેડૂતોના આંદોલનને હવે રાજ્યવ્યાપી સપોર્ટ મળતો જઈ રહ્યો છે. ખેડૂતોનો દાવો છે કે આ લડત શહેરી વિકાસ વિરુદ્ધ નથી, પરંતુ પોતાની જમીન અને આજીવિકાને બચાવવા માટે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ