E-Passport આ વર્ષે થશે રજૂ, જાણો તે શું છે આ અને કેવી રીતે કરશે કામ?
ભારત સરકાર આ વર્ષના અંત સુધીમાં E-passport રજૂ કરી દેશે. આ વિશે સચોટ માહિતીની સરકારે પુષ્ટિ કરી છે. જાણો, કેવી રીતે કામ કરે છે E-passport.

E-passport

E-passport
આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવા અને પાસપોર્ટ ધારકોના ડેટાને સુરક્ષિત રાખવા માટે ભારત સરકાર ટૂંક સમયમાં E-passport શરૂ કરવા જઇ રહ્યા છે. E-passportનો કૉન્સેપ્ટ પહેલા જ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે પુષ્ટિ કરી છે કે, આ વર્ષના અંત સુધીમાં તેને જારી કરી દીવામાં આવશે.
એસ. જયશંકરે જણાવ્યું કે, E-passport દ્વારા સરકાર નાગરિકના અનુભવ અને જાહેર સેવામાં સુધારો લાવવા માંગે છે. જાણો કે, ચિપ આધારિત E-passport કોઇ નવી વાત નથી. ભારત સહિત 100 કરતાં વધુ દેશોમાં ચિપ ધરાવતાં પાસપોર્ટ પહેલેથી જ જારી કરવામાં આવ્યા છે.
શું છે E-passport?
E-passport સામાન્ય ફિઝિકલ પાસપોર્ટના જેવા જ દેખાશે. માત્ર તેમાં એક નાની ઈલેક્ટ્રોનિક ચિપ લગાવવામાં આવશે. આ ચિપ ડ્રાઇવિંગ લાઇસન્સમાં લગાવાયેલી ચિપ જેવી દેખાઈ શકે છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકની જરૂરી વિગતો જેમ કે નામ, સરનામું અને બીજી માહિતી સંગ્રહિત રહેશે.
E-passport રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ચિપનો ઉપયોગ કરશે. આના બેક કવર પર એન્ટીના હશે. જેના કારણે અધિકૃત મુસાફરની વિગતો તરત પ્રમાણિત કરી શકાય છે. આનાથી નકલી પાસપોર્ટનું જોખમ ઓછો થશે અને ડેટા ચોરાવવાનું જોખમ પણ ઘટશે.
કેવી રીતે બનાવશે E-passport?
ટેક જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસેસ (TCS) આના પર કામ કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં E-passportને જારી કરી દેવામાં આવશે. આ વિશે ભારત સરકારે પુષ્ટિ કરી છે. અહેવાલ અનુસાર, TCS આ માટે MEA સાથે એક નવું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરી રહી છે.
પૂર્વે જારી કરેલા પાસપોર્ટ ધારકોનું શું?
સરકારે હાલમાં આ અંગે કોઇ જાહેરાત કરી નથી. પરંતુ, આ પછી નવા પાસપોર્ટ ધારકોને જ E-passport જારી કરવામાં આવશે. પરંતુ, જૂના પાસપોર્ટ ધારકોને આ માટે અરજી કરવી પડશે અથવા જૂના પાસપોર્ટના એક્સપાયર થવાની રાહ જોવી પડશે, આ બાબત હજ સુધી સ્પષ્ટ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ