છોટાઉદેપુર જિલ્લાના શિહોદ નજીક ભારજ નદી પર બ્રિજ તૂટતાં ગુણવત્તા સામે સવાલ
પુલ તૂટવાના કારણે નેશનલ હાઈવે નં-56નો વાહન વ્યવહાર ઠપ્પ

During heavy downpour bridge on Bharaj river collapsed, construction quality under scanner

During heavy downpour bridge on Bharaj river collapsed, construction quality under scanner
છોટાઉદેપુર જિલ્લાના શિહોદ નજીક ભારજ નદી ઉપર કરોડોના ખર્ચે બનાવાયેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં પુલની કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. પુલની બાજુમાં બનાવાયેલું ડાયવર્ઝન પણ ધોવાઈ જતાં નેશનલ હાઈને નંબર 56 નો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. વહીવટીતંત્રએ પુલ ઉપર અવર જવર બંધ કરીને વૈકલ્પિક રૂટ શરૂ કર્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમની જળ સપાટી 147.15 મીટરે પહોંચતાં રૂલ લેવલ મેન્ટેઇન કરવા માટે 6 ગેટ 75 સેન્ટિમીટર ખોલીને 15 હજાર ક્યૂસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું હતું. ભારજ નદીમાં પાણી છોડવામાં આવતાં શિહોદ પાસે નેશનલ હાઇવે 56 ઉપરનો બ્રિજ બેસી ગયો હતો. જેના કારણે પુલ પર અવર જવર બંધ કરવાની વહીવટીતંત્રને ફરજ પડી હતી. પાવી જેતપુરના વન કુટીર થઈને રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈને બોડેલી તરફ વૈકલ્પિક રૂટ અપાયો હતો.
નેશનલ હાઇવે નંબર 56 ઉપર પાવી જેતપુરના શિહોદ પાસે આવેલો બ્રિજ 60 વર્ષ જૂનો છે. 1956માંબ્રિજની કામગીરી શરૂકરીને 1965માંપૂર્ણ કરાઈ હતી. આ પુલ ગત વર્ષે 29 જુલાઈ 2023ના રોજ અચાનક બેસી ગયો હતો. 22 સેન્ટીમીટર જેટલો બેસી જવાથી વહીવટીતંત્રએ તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. એક વર્ષ બાદ સોમવારે ફરીથી પુલ તૂટીને બે ટુકડામાં વહેંચાઈ ગયો હતો.
ભારજ નદીનો પુલ બેસી જતાં 10 મહિના સુધી સ્થાનિક લોકોએ બનાવેલા જનતા ડાયવર્ઝન પરથી લોકો પસાર થતા હતા. વહીવટીતંત્રએ આપેલો વૈકલ્પિક રૂટ લાંબો અને ખરાબ હતો. નેશનલ હાઇવે 56 ઉપરના પુલના વિવિધ ટેસ્ટિંગ કર્યા બાદ લાઈટ વ્હિકલ માટે ચાલુ કરવામાં આવ્યો હતો.
બ્રિજના પિલ્લર થ્રી ઉપર ડેમેજ થતાં વાહન વ્યવહાર બંધ કરાયોઃ કલેક્ટર
છોટાઉદેપુરના કલેકટર અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ અને ભારજ નદીમાં વધારે પાણી આવ્યું છે. ભારજ નદીમાં પાણી આવવાથી નેશનલ હાઇવે 56 ઉપરના બ્રિજના પિલ્લર થ્રી આગળ ડેમેજ થયું છે.
સેટલમેન્ટ ઉપરાંત ફાઉન્ડેશન ટ્રીલ થયું છે. તેથી વાહન વ્યવહાર બંધ કરી વૈકલ્પિક રૂટ શરૂ કરાયો છે. ડાયવર્ઝન પણ અગાઉ ધોવાઈ ગયેલું હતુંએટલે તમામ વાહનોને મોડાસર ચોકડી, રંગલી ચોકડી થઈને વન કુટીર ત્રણ રસ્તા સુધી ડાયવર્ઝન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. પોલીસ તંત્રએ તમામ વાહનોની અવર જવર બંધ કરી છે. સાઈન બોર્ડ લગાવીને રસ્તે અવર જવર કરતા લોકો પૂરતી કાળજી રાખે તેના માટે અપીલ કરાઈ છે.
કનેક્ટિવિટી પૂર્વવત કરવા પ્રયત્નો શરૂ કરાયા
કલેક્ટરે ઉમેર્યુ કે, હાલના તબક્કે ડેમેજ વધારે થયું છે. વરસાદનું વહેણ ઓછું થયા બાદ નવેસરથી એસેસમેન્ટનો નિર્ણય લઈશું અને કામગીરી હાથ ધરીશું. વૈકલ્પિક રસ્તો અને ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થા કરી છે. હાલના તબક્કે ઓલ વેધર ડાયવર્ઝન ન હતું. વહેલીતકે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે કો-ઓર્ડીનેશન કરી કનેક્ટિવિટી પૂર્વવત થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરીશું.
2.31 કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન બે દિવસ પહેલાં તૂટ્યું
13 મે 2024ના રોજ 2.31 કરોડના ખર્ચે બનાવીને કાર્યરત થયેલું ડાયવર્ઝન તમામ પ્રકારના વાહનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા ભારજ નદીમાં આવેલા સામાન્ય પુરમાં ડાયવર્ઝન માત્ર 4 મહિનામાં તૂટી જતાં પ્રજાના પરસેવાના 2.31 કરોડ રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા છે. આ પુલ બંધ થઈ જતાં બોડેલીથી પાવી જેતપુર અને પાવી જેતપુરથી બોડેલી જવા માટે વૈકલ્પિક રૂટનો રસ્તો ખરાબ હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ