ક્લિનિકલ રિસર્ચની 94 ટકા રકમ તબીબો હડપ કરી ગયા!
ડો. મનિષ પટેલ, ડો. દેવાંગ રાણા સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ રિપોર્ટ તૈયાર કરાયો

વી.એસ.હોસ્પિટલ, અમદાવાદ

વી.એસ.હોસ્પિટલ, અમદાવાદ
અમદાવાદની વી.એસ.હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ સુપ્રિટેન્ડન્ટ ડો. મનિષ પટેલ, સસ્પેન્ડેડ ડોકટર દેવાંગ રાણા સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ રિપોર્ટ તૈયાર કરાયો છે. 13 ડોક્ટરોએ તેમના ખાતામા જમા થયેલી રકમ હોસ્પિટલને પરત કરી છે. જયારે સૌથી વધુ રકમ લેનારા ડો. ધૈવત શુકલ અને ડો. દેવાંગ રાણાએ તેમના ખાતામાં જમા થયેલી રકમ હોસ્પિટલમા જમા કરાવી નહોતી.
ચાર્જશીટ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, 42 ક્લિનિકલ રિસર્ચમાંથી મળવાપાત્ર રૂપિયા 1.82 કરોડમાંથી રૂપિયા 10.63 લાખ એટલે કે માત્ર 6 ટકા રકમ જમા કરાવી છે. જ્યારે 94 ટકા રકમ હડપ કરી ગયાનું બહાર આવ્યું છે. હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિેન્ડન્ટ ડો. પારૂલ શાહ, આરએમઓ કૌશિક બેગડા અને પ્રતિક પટેલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.
વી એસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ થયાનું બહાર આવતા એએમસીએ તપાસ સમિતિની રચના કરી હતી. પ્રાથમિક તપાસમા તત્કાલિન હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. મનિષ પટેલ દ્વારા ન્યુ ડ્રગ્સ એન્ડ કલિનિકલ ટ્રાયલ-2019ના ટ્રાયલ રૂલનુ પાલન કરાયુ નહીં હોવાનું સામે આવ્યું હતું. કિલિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈ ચાર્જશીટ રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં 309 પેજના પુરાવા અને 508 ઈ-મેઈલ સહિતના પુરાવા સામેલ કરવામા આવ્યા છે.દેવાંગ રાણાની એએમસી મેટમાંથી વી.એસ.હોસ્પિટલમાં કલિનિકલ ટ્રાયલ માટે નિમણૂંક થાય એ પહેલાં તેમણે કલિનિકલ ટ્રાયલ માટેના એમઓયુ કર્યા હતા.
ડો. દેવાંગ રાણાના પત્નીના ખાતામાં રૂપિયા 1.45 લાખ જમા કરાવાયા હોવાના પુરાવા તપાસ સમિતિ સામે આવ્યા છે. તેમના પારિવારિક ખાતામાં રૂપિયા 3.15 લાખ કંપનીએ મૌખિક સૂચનાથી જમા કરાવ્યા હતા. તેઓ અનઅધિકૃત હોવા છતાં 11 ટ્રાયલમાં રૂપિયા 11.15 લાખ પોતાના ખાતામા જમા કરાવ્યા હતા. ડો. પ્રિયંકા રાણાના ખાતામાં ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમા રૂપિયા 3.53 લાખ જમા થયા હતા. દરેક કલિનિકલ ટ્રાયલ માટે અલગ અલગ શરતો નકકી કરવામાં આવી હતી.
વી એસ હોસ્પિટલમાં રિસર્ચ કૌભાંડનો પર્દાફાશ થયો તે પહેલાં વર્ષ 2020 થી 2025 સુધીમા 65 ક્લિનિકલ રિસર્ચના કામ હોસ્પિટલને મળ્યા હતા. તેમાંથી 48 ટ્રાયલ પૂરી કરવામાં આવી હતી. 10 ટ્રાયલ ચાલી રહી હતી. જ્યરે 5 ટ્રાયલની કામગીરી શરૂ થઈ નહોતી. જયારે 2 ટ્રાયલ નહીં કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
ક્યાં ડોક્ટરને કેટલી રકમ મળી હતી? (લાખમાં)
મનીષ પટેલને 3.25, દેવાંગ રાણા 56.04, ધૈવત શુકલ 91.83, પાર્થ શાહ 4.20, શાલિન શાહ 0.10 સંદર્ભ પટેલ 0.55, ખુશાલી શાહ 2.93, દિશા પટેલ 3.75, રાજવી શાહ 4.63, કૃણાલ સથવારા 8.25, યાત્રી પટેલ 5.42, રોહન પટેલ 0.35, વૈશલ શેઠ 4.50, રવિન્દ્ર ઠકકર 1.26 અને દર્શિલ શાહને 0.20 લાખ મળ્યા હતા.
કોન્ટ્રાકટ આધારિત 8 તબીબોને ટર્મિનેટ કરાયા હતા
ક્લિનિકલ રિસર્ચના નામે વીએસ હોસ્પિટલમાં કૌભાંડ બહાર આવતાં વિજિલન્સ તપાસ કરાઈ હતી. પ્રાથમિક રિપોર્ટમાં હકીકત સામે આવતા કોન્ટ્રાકટ પર કામ કરતા 8 તબીબોને ટર્મિનેટ કરવામાં આવ્યા હતી. ડૉ. યાત્રી પટેલ (સાયકિયાટ્રિસ્ટ), ડૉ. ધૈવત શુક્લ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડૉ.રોહન શાહ (ENT), ડૉ.કૃણાલ સથવારા (સર્જિકલ), ડૉ.શાલીન શાહ (ડાયાબિટિસ સ્પેશિયાલિસ્ટ), ડૉ. દર્શિલ શાહ (યુરોલોજિસ્ટ) અને ડૉ.કંદર્પ શાહ (કાર્ડિયોલોજિસ્ટ)ને સસ્પેન્ડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
તાવ , સ્કિન સહિતના રોગ મામલે ટ્રાયલ કરાયા હતા
ક્લિનિકલ રિસર્ચની રકમ VS હોસ્પિટલમાં જમા થવાના બદલે ખાનગી બેન્ક ખાતાઓમાં નાણાં જમા થતા હતા. વર્ષ 2021થી ખાનગી દવા કંપનીઓ દ્વારા વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ થતા હતા. તાવ , સ્કિન સહીતના જુદા જુદા રોગ મામલે રિસર્ચ થયા હતા. 57 પ્રકારના ટેસ્ટ કરીને 500 થી વધુ દર્દીઓના ક્લિનિકલ ટ્રાયલ કરાયા હતા.
શું છે ક્લિનિકલ ટ્રાયલ?
ફાર્મા કંપની દવાની શોધ માટે રિસર્ચ કરે છે. રિસર્ચ બાદ દવાનું પ્રાણીઓ પર પરિક્ષણ થાય છે. પરીક્ષણ બાદ સફળતા મળે છે તો તેના પછી મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવાય છે. ત્યારબાદ માણસો પર ટ્રાયલ કરવા માટે દવાઓ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તબીબોની હાજરીમાં દર્દીને દવા આપવામાં આવે છે. દવા આપ્યા બાદ રિપોર્ટની નોંધ થાય છે. આ રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે અને છેલ્લે કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન શરૂ કરવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ