ચાંદીપુરા વાયરસના સેમ્પલનું પરિક્ષણ ગાંધીનગરમાં થશેઃ આરોગ્ય મંત્રી
રાજ્યમાં કુલ શંકાસ્પદ 29 કેસ નોંધાયા, 15 બાળકોના મોતઃ આરોગ્ય મંત્રી

ચાંદીપુરા વાયરસના સેમ્પલનું પરિક્ષણ ગાંધીનગરમાં થશેઃ આરોગ્ય મંત્રી

ચાંદીપુરા વાયરસના સેમ્પલનું પરિક્ષણ ગાંધીનગરમાં થશેઃ આરોગ્ય મંત્રી
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધતાં સરકાર એલર્ટ બની છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ અમદાવાદ શહેરમાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે.
ત્યારે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ ગાંધીનગરમાં કરવાની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે. ચાંદીપુરા વાયરસના સેમ્પલનું પરિક્ષણ હવે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે. તેથી વાયરસના સેમ્પલને હવે પૂણે મોકલવા નહીં પડે.
ચાંદીપુરા વાયરસના કેસોમાં ઉછાળો આવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરો સાથે સમીક્ષા બેઠક કરી હતી.
બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું પરિક્ષણ હવે GBRC(ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. પૂણેમાં સેમ્પલ નહી મોકલવાથી ચાંદીપુરા વાયરસના સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળશે. આરોગ્ય મંત્રીએ ઉમેર્યુ કે રાજ્યમાં 29 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે.
તેમાંથી 15 બાળકોના મોત થયા છે. મોટાભાગના બાળકોની ઉંમર 4 થી 14 વર્ષની છે. રોગચાળા અને વરસાદની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ સમીક્ષા કરવામા આવી છે. વાયરસના 7 કેસમાંથી 1 કેસ કન્ફર્મ થાય છે. તમામ જિલ્લાના અધિકારીઓને સૂચના આપી પગલાં લેવા કહેવાયું છે.
રેતીની માખીનો નાશ કરવા દવાનો છંટકાવ કરવા સૂચના આપી છે. આગામી દિવસોમાં તમામ જિલ્લામાં ડ્રાઈવ હાથ ધરાશે. તેમણે ઉમેર્યુ કે ચાંદીપુરા વાયરસ ચેપી રોગ નથી. પરંતુ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે.
બાળકને તાવ આવે તો તરત જ આરોગ્ય કેન્દ્ર કે નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરી સારવાર કરાવવી જરૂરી છે. સારવાર માટે સમય લાગે તો મૃત્યુઆંક વધે છે. પાણી ભરાયા હોય ત્યાં લોકો દવાનો છંટકાવ કરી મચ્છરદાનીનો ઉપયોગ કરે. ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકો સંક્રમિત થતા હોય છે. હાલમાં 29 દર્દીમાંથી 15ના મોત થયા છે અને બાકીના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ