મુંબઈ-ગોવા હાઈવે પર કાર જગબુડી નદીમાં ખાબકી, 5 લોકોના થયા મૃત્યુ
મહારાષ્ટ્રના મુંબઈ-ગોવા હાઈવે પર એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક કાર જગબુડી નદીમાં પડી ગઈ, જેમાં 5 લોકોના મૃત્યુ થયા અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો.

મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માત

મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માત
મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં આવેલા મુંબઈ-ગોવા હાઈવે પર રવિવારે એક ભયાનક અકસ્માત થયો, જેમાં એક કાર જગબુડી નદીમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, કારમાં સવાર બધા લોકો મુંબઈના મીરા રોડથી રત્નાગીરીના દેવરુખ જઈ રહ્યા હતા, ત્યારે મુંબઈ-ગોવા હાઈવે પર જગબુડી નદી પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર કાબુ ગુમાવીને નદીમાં પડી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થયા અને તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
આ પહેલા, 28 એપ્રિલે મહારાષ્ટ્રના ભંડારામાં એક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ ભયાનક અકસ્માત મુંબઈ-કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભંડારા શહેર નજીક બેલા ગામમાં બન્યો હતો. એક બોલેરો કાર રાયપુરથી નાગપુર જઈ રહી હતી. જ્યારે કાર બેલા ગામ નજીક પહોંચી ત્યારે નાગપુર તરફથી આવી રહેલા એક ઝડપી ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માત સમયે કારમાં 5 લોકો હતા, જેમાંથી ચારના મૃત્યુ થયા હતા. આ દરમિયાન, ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ