ભરૂચમાં આંગણવાડી બહેનોને ન્યૂડ વીડિયો કોલથી ચકચાર!
40થી વધુ આંગણવાડી વર્કર્સે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ, એક જ નંબર પરથી કોલ આવ્યા
અજાણ્યા શખ્સ દ્વારા અશ્લિલ કોલના કારણે પારિવારિક સમસ્યા ઉભી થતી હોવાથી મહિલાઓમાં રોષ
અજાણ્યા શખ્સ દ્વારા અશ્લિલ કોલના કારણે પારિવારિક સમસ્યા ઉભી થતી હોવાથી મહિલાઓમાં રોષ
ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ મહિલાઓ પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વીડિયો કોલ કરીને પરેશાન કરવામાં આવી રહી છે. જેના કારણે મહિલાઓમાં ભયના માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થઈ છે. અશ્લિલ વીડિયો કોલથી કંટાળીને 40 થી વધુ મહિલાઓએ ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક જ નંબર પરથી કોલ આવતા હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં 1500 મહિલાઓ આંગણવાડી વર્કર્સ તરીકે કુપોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શનની કામગીરી કરી રહી છે. ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી વર્કર્સ પર થોડા દિવસોથી અશ્લિલ વીડિયો કોલ આવી રહ્યા છે. આઈસીડીએસ વિભાગ દ્વારા ફાળવાયેલા મોબાઈલ નંબર પર અજાણ્યા શખ્સ દ્વારા અશ્લિલ વીડિયો કોલ આવી રહ્યા હોવાથી મહિલાઓ પરેશાન થઈ રહી છે.
એક જ નંબર ઉપરથી આંગણવાડી વર્કર્સને ન્યૂડ કોલ કરવામાં આવતાં ભરૂચ જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વીડિયો કોલ કરી પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો છે. જેના કારણે મહિલાઓમાં ભયનો માહોલ છવાયો છે. અશ્લિલ વીડિયો કોલ કેટલીક મહિલાઓના પરિવારમાં ઝઘડાનું કારણ બન્યો છે.
ભરૂચ જિલ્લા આંગણવાડી વર્કર્સ સંગઠનના જિલ્લા પ્રમુખ રાગિણીબેન પરમારે જણાવ્યું કે, 40 થી વધુ બહેનોને આવા કોલ આવ્યા હતા. તેની મને જાણ થતાં આંગણવાડી ગૃપમાં મેસેજ કરીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોઈપણ વીડિયો કોલ આવે તો ન ઉપાડવા વિનંતી કરી છે. સરકાર દ્વારા આપેલા આઇસીડીએસના મોબાઈલ ન ચાલતા હોવાથી બહેનોએ પોતાના મોબાઈલમાં સીમ કાર્ડ નાખ્યાં છે. કોઈ સંબંધીનો કોલ આવે તો પણ ડર લાગે છે. હાલમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવી છે. વિકૃત વ્યક્તિને પકડી કાર્યવાહી કરવા અમે માગણી કરી છે.
આંગણવાડી વર્કર્સ મહિલાએ જણાવ્યું કે, બે દિવસ પહેલા તેમના મોબાઈલ પર રાત્રે 1:35 વાગ્યે વીડિયો કોલ આવ્યો હતો. મને લાગ્યું કે કોઈ ઇમરજન્સી કોલ હશે એટલે ઉપાડી લીધો હતો. પરંતુ તેમાં જોતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ સમયે મારા પતિએ પણ જાગીને તે કોલ જોયો હતો. સવારે તેમના પતિ સાથે તેમને બોલાચાલી થઈ હતી. તેમણે પતિને સમજાવ્યા હતા કે, આઇસીડીએસનો નંબર છે એટલે ફ્રોડ કોલ હશે. પછી મને અમારા ગૃપ દ્વારા જાણ થઈ કે અન્ય બહેનો પર પણ આવા ન્યૂડ વીડિયો કોલ આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં 40 થી વધુ આંગણવાડી વર્કર્સને અજાણ્યા નંબર પરથી સવારે, બપોરે અને રાત્રે અશ્લિલ વીડિયો કોલ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં અજાણ્યો નંબર પંજાબનો હોવાનું જાણવા મળ્યું છે. તેથી સાયબર ક્રાઈમ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરીને વિકૃત માનસિક્તા ધરાવતાં અજાણ્યા શખ્સને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ