અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સન્માન
10 મનોદિવ્યાંગ બાળકોનું સન્માન, 70 વિદ્યાર્થીઓને એજ્યુકેશન કિટ અને ખેલાડીઓને મેડલ અર્પણ

દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તે સમયની તસવીર

દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તે સમયની તસવીર
Achievements of disabled children honored: અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ, રમતગમત અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો.
10 મનોદિવ્યાંગ બાળકોને ટ્રોફીથી નવાજાયા
મલ્હાર કોમ્પ્યુટરના અમિતા પટેલને અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠનના સમીરભાઈ કક્કડના સહયોગથી કોમ્પ્યુટર ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવનારા 10 મનોદિવ્યાંગ બાળકોને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. બાળકોની પ્રતિભાને બિરદાવતાં ઉપસ્થિત મહાનુભાવોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
રમતવીરોને મેડલ અને વિદ્યાર્થીઓને એજ્યુકેશન કિટ
કાર્યક્રમ દરમિયાન પાંચ દિવ્યાંગ રમતવીરોનું વિશેષ બહુમાન કરીને તેમને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત 70 વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી બને તેવી એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવ્યું. જેથી તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના શિક્ષણની સફર આગળ વધારી શકે.
મહાનુભાવોની ઉપસ્થિતિથી બાળકોને પ્રોત્સાહન
ગુજરાતના જાણીતા ગાયક અને 'બિગ બી સિંગર' તરીકે ઓળખાતા બંકિમભાઈ પાઠક મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમની સાથે HPCLના ડાયરેક્ટર નરેશભાઈ પ્રજાપતિ અને IDBI બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અર્જુનભાઈ ભારદ્વાજ વિશેષ ઉપસ્થિત રહ્યાં. મહાનુભાવોએ બાળકોને આશીર્વાદ આપી તેમની વેદના સાંભળીને પ્રોત્સાહિત કર્યા.
બાળકોને પ્રોત્સાહન અને ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ
મહાનુભાવોએ દિવ્યાંગ બાળકો સાથે સંવાદ કરી તેમની લાગણીઓ અને પડકારોને સમજવાનો પ્રયાસ કર્યો. સાથે જ તેમણે બાળકોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા, શિક્ષણ અને કૌશલ્ય દ્વારા જીવનમાં સફળતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. ઉપસ્થિત સૌએ દિવ્યાંગ બાળકોના સશક્તિકરણ માટે સતત સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ