ગૃહિણીઓનું બજેટ ખોરવાયું,ઘરખર્ચ પર મોટો પ્રહાર
ભીષણ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો

લીંબુ

લીંબુ
રાજકોટમાં ભીષણ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો. છૂટક બજારમાં ભાવ ₹260 સુધી પહોંચતા ગ્રાહકો પરેશાન. આગામી સમયમાં ભાવ ₹300 થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં આકરી ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં ભીષણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટના માર્કેટ યાર્ડ અને છૂટક બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસ માટે શરબત પીવું પણ મોંઘું બન્યું છે. છેલ્લા 15 દિવસમાં જ લીંબુના ભાવમાં રૂપિયા 50થી રૂપિયા 60નો વધારો ઝીંકાયો છે.
ભાવમાં બમણો ઉછાળો
અગાઉ જે લીંબુ રૂપિયા 110થી રૂપિયા 120 પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હવે બેવડાઈ ગયા છે. હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 170થી રૂપિયા 210 બોલાઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક છૂટક બજારમાં વેપારીઓ રૂપિયા 220થી રૂપિયા 260 સુધીના ભાવે લીંબુ વેચી રહ્યા છે. ગરમીમાં લીંબુનો ઉપાડ વધતા અને આવક ઓછી થતા ભાવમાં આ મોટો વધારો જોવા મળ્યો છે.
ગ્રાહકોની ખરીદી અડધી થઈ
લીંબુના ભાવ વધતા ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડી છે. અગાઉ જે લોકો અડધો કિલો લીંબુની ખરીદી કરતા હતા, તેઓ હવે માત્ર 250 ગ્રામથી કામ ચલાવી રહ્યા છે. હોટલ અને રેસ્ટોરાં સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીના બજેટ પર મોટી અસર પડી છે.
હજુ પણ ભાવ વધવાની ભીતિ
વેપારીઓના મતે આગામી એક મહિના સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. જો ગરમીનો પારો આ જ રીતે વધતો રહેશે, તો આગામી દિવસોમાં લીંબુનો ભાવ રૂપિયા 300 પ્રતિ કિલોને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર