એર ઈન્ડિયાની મિડલ ઈસ્ટ અને યુરોપ જતી ફ્લાઇટ 25 જૂનથી ફરી કાર્યરત
યુદ્ધવિરામ કરાર બાદ એર ઇન્ડિયાએ મધ્ય પૂર્વ પ્રદેશ, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને યુરોપના પૂર્વ કિનારા માટે ફ્લાઇટ્સ 25 જૂનથી શરૂ કરશે

25 જૂનથી મિડલ ઈસ્ટમાં એર ઈન્ડિયા ફ્લાઇટ ફરી શરૂ

25 જૂનથી મિડલ ઈસ્ટમાં એર ઈન્ડિયા ફ્લાઇટ ફરી શરૂ
મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં એરસ્પેસ ફરી ખુલવા લાગ્યા હોવાથી એર ઇન્ડિયાએ મધ્ય પૂર્વ, યુરોપ, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ફ્લાઇટ્સ તબક્કાવાર ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આજથી, 24 જૂનથી, એરલાઇન મધ્ય પૂર્વમાં અને ત્યાંથી મોટાભાગની ફ્લાઇટ્સ ધીમે ધીમે ફરીથી શરૂ કરશે અને 25 જૂનથી સંપૂર્ણ સેવાઓ ફરી શરૂ થવાની અપેક્ષા છે.
ઇઝરાયલે ઇરાન સાથે યુદ્ધવિરામ કરાર પર પહોંચ્યા પછી આ નિર્ણય લીધો હતો, જેનાથી 12 દિવસના યુદ્ધનો અંત આવી શકે છે. ઇઝરાયલે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યાના થોડા કલાકો પછી, એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે "આજથી મધ્ય પૂર્વ પ્રદેશ માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે".એર ઇન્ડિયાએ એવી પણ જાહેરાત કરી હતી કે તે આજથી ધીમે ધીમે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને યુરોપના પૂર્વ કિનારા માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે.
એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે ''યુરોપ જતી તેમની ફ્લાઇટ્સ જે અગાઉ રદ કરવામાં આવી હતી, તે પણ આજથી ધીમે ધીમે ફરી શરૂ કરવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના પૂર્વ કિનારાને જોડતી સેવાઓ વહેલી તકે ફરી શરૂ થવાની તૈયારીમાં છે, જોકે ચોક્કસ તારીખોની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. યુરોપ જતી ફ્લાઇટ્સ, જે અગાઉ રદ કરવામાં આવી હતી, તે પણ આજથી ક્રમશઃ ફરી શરૂ કરવામાં આવી રહી છે, જ્યારે યુએસ અને કેનેડાના પૂર્વ કિનારાની સેવાઓ વહેલી તકે ફરી શરૂ કરવામાં આવશે," એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ