અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ વીમા દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા
વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ અધિકારીઓની કરાઈ નિમણૂક

250 બ્લડ સેમ્પલ પૈકી 86 ડીએનએ મેચ, 35 પાર્થિવદેહ સોંપાયા, 3 પેસેન્જરના બ્લડ સેમ્પલ બાકી

250 બ્લડ સેમ્પલ પૈકી 86 ડીએનએ મેચ, 35 પાર્થિવદેહ સોંપાયા, 3 પેસેન્જરના બ્લડ સેમ્પલ બાકી
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મરણ પામેલા પેસેન્જર્સ અને અન્ય નાગરિકોના વારસદારો માટે સંબંધિત સંબંધિત જિલ્લાના કલેક્ટરો દ્વારા મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરી કાયદેસર વારસદારોને વીમા,દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. મૃતકોના વારસદારોને તકલીફ ન પડે તે માટે જિલ્લાનાં હિસાબી અધિકારી તેમજ અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત થયેલાં લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ કરવામાં સરળતા રહે તે માટે IRDAIના નોટિફિકેશન અન્વયે હોસ્પિટલ ખાતે જોઇન્ટ સેલ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને લીડ ઇન્સ્યોરર તથા લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી એચડીએફસી લાઇફને લીડ ઇનસ્યોરર તરીકે નીમવામાં આવી છે.
વહીવટીતંત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ તેમજ એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ અને LICના હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં મુસાફરો તથા અન્ય લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ સરળતાથી અને ઝડપથી પ્રોસેસ થાય અને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દુર્ઘટનાગ્રસ્તોના પરિવારજનોને સંબંધિત ઇન્સ્યોરન્સ કંપનીના નોડલ ઓફિસરની માહિતી પણ પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્ય સરકારની સૂચનાના પગલે જિલ્લા વહીવટીતંત્રએ ઇન્સ્યોરન્સ કંપનીઓને પેસેન્જર લિસ્ટના આધારે તથા અન્ય જરૂરી માહિતી પૂરી પાડીને ક્લેમ ઝડપથી પ્રોસેસ થાય તે માટે કામગીરી હાથ ધરી છે. ડીએનએ સેમ્પલ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત કરવામાં આવી છે. તેમના દ્વારા ડીએનએ મેચીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સંબંધી સાથે સંકલનમાં રહી કાઉન્સેલિંગની કાર્યવાહી પણ ચાલી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારીઓ સહિત આરોગ્યને લગતી કામગીરી માટે 855થી વધુ હેલ્થ સ્ટાફ રાહત બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યાં છે. સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત વધારાના સ્ટાફ તરીકે મેનપાવર કાર્યરત કરાયો છે. હાલમાં મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગાંસંબંધીઓના કુલ 250 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. તે પૈકી 62 ડીએનએ મેચ થયા છે. મેચ થયેલાં ડીએનએ પૈકી 27 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ડીએનએ વિના ઓળખાયેલા 8 પાર્થિવ દેહ શનિવારે પરિવારજનોને સોંપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 35 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં છે. હવે 3 મુસાફરોના સગાંસંબંધીઓના સેમ્પલ લેવાના બાકી છે. આ સગાંસંબંધીઓ હાલમાં યુ.કે.માં રહેતા હોવાથી આગામી 2-3 દિવસમાં સેમ્પલ આપવા આવશે તેમ જણાવ્યું છે.
પાર્થિવ દેહ સોંપવાની કામગીરી માટે દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલન માટે જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારી તથા આસીસ્ટન્ટ નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. આ તમામ કાર્યવાહીનું યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા સુપરવિઝન અધિકારીઓની નિમણૂક કરી છે.
એર ઈન્ડિયાની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો આવી રહ્યાં છે તેમ તેમ તેઓની જરૂરિયાત મુજબની એર ટિકીટની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. પરિવારજનોને યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્યના માર્ગ મકાન વિભાગે વાહન તથા રહેવાની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ હેલ્પલાઈન અને કંટ્રોલરૂમમાં અત્યાર સુધી અંદાજે 1700 ફોન કોલ્સ મળ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ