17 કોર્સના સમાન સિલેબસ તૈયાર કરાયા
નર્સિંગ સિવાયના તમામ પેરા મેડિકલ કોર્સ માટે અલગ કમિશન અસ્તિત્વમાં આવ્યું.

એલાઇડ એન્ડ હેલ્થકેર

એલાઇડ એન્ડ હેલ્થકેર
એલાઇડ એન્ડ હેલ્થકેર કમિશને 17 કોર્સના સમાન સિલેબસ તૈયાર કર્યાં
કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષથી નર્સિંગ સિવાયના પેરા મેડિકલ કોર્સ માટે લાગુ કરાયેલા નવા એલાઇડ એન્ડ હેલ્થ કેર કમિશને આગામી દિવસોમાં કુલ 56 કોર્સમાં એકસૂત્રતા લાવવા માટેની કામગીરી શરૂ કરી છે. જે પૈકી 17 કોર્સમાં નવા સીલેબસ તૈયાર થઇ ચુક્યા છે. આ કોર્સ ચલાવતી સંસ્થાઓ માટે માન્યતા સહિતની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેનું ફરજિયાત પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.
દેશમાં અત્યાર સુધી મેડિકલ અને પેરા મેડિકલ એ પ્રમાણે જુદા જુદા મેડિકલને સંબંધિત કોર્સનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. મેડિકલ-ડેન્ટલ માટે અલગ કમિશન અસ્તિત્વમાં છે. તાજેતરમાં નર્સિંગ સિવાયના પેરા મેડિકલ કોર્સ માટે નવું એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન માટે અલગથી કમિશન બનાવવામાં આવ્યું છે. આ કમિશન અસ્તિત્વમાં આવ્યા બાદ હવે તેના કાર્યક્ષેત્રમાં આવતાં 56 કોર્સમાં કોમન સીલેબસ, કોલેજને મંજૂરી માટે કોમન નિયમો, કોમન સુવિધા લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. હાલમાં 17 કોર્સ માટે કોમન સીલેબસ તૈયાર કરી દેવામાં આવ્યો છે. બાકી કોર્સ માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ સ્થિતિમાં જે 17 કોર્સ માટે કોમન કરીક્યુલમ તૈયાર થઇ ચુક્યા છે તેના માટે કોમન ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. વર્ષ 2026-27 માટે આ 17 કોર્સ ચલાવતી સંસ્થાઓએ આ કોમન નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં નવી સંસ્થાઓએ એસેન્સિયાલિટી સર્ટિફિકેટ ફરજિયાત આપવાનું રહેશે. 17 કોર્સ પૈકી મેડિકલ લેબ ટેકનોલોજી, રેડિયોલોજી અને ઇમેજિંગ ટેકનોલોજી, ફિઝિયોથેરાપી, ઓપરેશન થિયેટર ટેકનોલોજી, ડાયાલિસીસ ટેકનોલોજી, ઓપ્ટોમેટ્રી સહિતના કોર્સમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત ડિપ્લોમા કોર્સ માટે પ્રવેશની પાત્રતા, કોર્સ અને ડિગ્રીના નામ એક સરખા રહેશે. જે સંસ્થા આ કોર્સ ચલાવતી હોય તેની પાસે કિલનિકલ પ્રેક્ટિસની સુવિધા અથવા માન્ય હોસ્પિટલ સાથે કરાર કરેલો હોય તે જરૂરી છે. સીટ વધારવા માટે ત્રણ સભ્યોની પેનલ દ્વારા ઇસ્પેક્શન ફરજિયાત કરવાનું રહેશે. જે પ્રોફેશન માટે નવો અભ્યાસક્રમ મંજૂર કે તૈયાર થયો નથી તે કોર્સ શરૂ કરી શકાશે નહીં. આમ, આગામી એક વર્ષ સુધી 17 કોર્સ ચલાવતી સંસ્થાઓએ આગામી એક વર્ષ માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર