રાજ્યના ૧૭ જિલ્લામાં ૬૩ શિક્ષકો અનિયમિત જણાયા
શિક્ષણ વિભાગે હાથ ધરેલી તપાસમાં ૩૨ શિક્ષકો વિદેશ ગયા હોવાનું અને ૩૧ શિક્ષકો ગેરકાયદે રજા ઉપર હોવાનો ખુલાસો

63 teachers were found irregular in 17 districts of the state

63 teachers were found irregular in 17 districts of the state
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા મંજૂરી વગર વિદેશમાં હોવાનો શાળાના ઈન્ચાર્જ આચાર્યાએ ઘટસ્ફોટ કર્યા બાદ અનેક શિક્ષકોની અનિયમિતતાના ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છેે.
ત્યારે શિક્ષણ વિભાગે કરેલી તપાસમાં ૬૩ શિક્ષકોની અનિયમિતતા બહાર આવી હોવાનો શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુલાસો કર્યો છે.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાંધીનગર ખાતે જણાવ્યું કે માધ્યમોમાં શિક્ષકોની અનિયમિતતા અંગે સમાચાર આવ્યા બાદ તમામ જિલ્લાઓમાંથી શિક્ષણ વિભાગે માહિતી મંગાવીને તપાસ હાથ ધરી હતી.
આ માહિતી અનુસાર ૧૭ જિલ્લામાં ૩૨ શિક્ષકો વિદેશ ગયા છે અને ૩૧ શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા વગર શાળામાં ગેરહાજર જણાયા છે. આ તમામ શિક્ષકોને પગાર ચુકવાયો નથી.
વિદેશમાં ગયેલા અને પરવાનગી વગર રજા ઉપર રહેલા શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવશે. નોટિસ પાઠવ્યા બાદ શિક્ષકો સામે બનતી ત્વરાએ કાર્યવાહી કરવામાં આવશે. બાકીના જિલ્લાઓમાંથી પણ માહિતી મંગાવી છે. તમામ જિલ્લાઓમાંથી માહિતી મળ્યા બાદ જવાબદાર શિક્ષકો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
બિનઅધિકૃત રીતે રજા ઉપર ઉતરેલા શિક્ષકોના કારણે શિક્ષણ વિભાગ બદનામ થયો હોવાથી આગામી દિવસોમાં શિક્ષકોની નિયમિત હાજરી રહે અને બાળકોના શિક્ષણ ઉપર અસર થાય નહી તેની તકેદારી રાખી જવાબદાર શિક્ષકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ