ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ 12 બાળકના મોત, મૃત્યુ આંક 21 થયો
11 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ, કેસની સંખ્યા 35 પર પહોંચતા CMએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ 12 બાળકના મોત, મૃત્યુ આંક 21 થયો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ 12 બાળકના મોત, મૃત્યુ આંક 21 થયો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ગુરૂવારે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતા ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા વધીને 35 પર પહોંચી છે જ્યારે ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધીને 21 થયો છે. ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ગ્રામીણ વિસ્તાર બાદ હવે અમદાવાદમાં જોવા મળ્યુ છે.
અમદાવાદ શહેરમાં 2 બાળકોના મોત
અમદાવાદ શહેરમાં 3 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અસારવા સિવિલમાં દાખલ ત્રણમાંથી બે બાળકના મોત થયા છે. મૂળ રાજસ્થાનની અને સરદારનગરમાં રહેતી એક વર્ષની બાળકીનું મોત થયું છે. ચાંદલોડિયાના અર્બુદાનગરની બાળકીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. સૈજપુરના પ્રેમનગરનું 5 વર્ષનું બાળક હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે. નોબલનગરની 11 વર્ષની બાળકી સિવિલમાં સારવાર હેઠળ છે.
જામનગર જિલ્લામાં 2 શંકાસ્પદ કેસ મળ્યા
જામનગર જિલ્લાના ધ્રોલ અને જામજોધપુર પંથકમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ મળ્યા છે. બંને બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટ જિલ્લામાં 5 બાળકના મોત
રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 5 બાળકના મોત થયા છે. મોરબીના બાળકને 12 જુલાઈએ દાખલ કરતાં 14 જુલાઈએ મોત થયું હતુ. પડધરીના હડમતિયાનો 2 વર્ષીય બાળકનું 15 જુલાઈએ મોત થયું હતુ. જેતપુરના પેઢીયાના 8 વર્ષના બાળકનું 15 જુલાઈએ મોત થયું હતું. મધ્યપ્રદેશના 13 વર્ષીય બાળકનું 16 જુલાઈએ મોત થયું હતું. જ્યારે 3 વર્ષીય બાળકનું 17 જુલાઈએ મોત થયું હતું.
મુખ્યમંત્રીએ ચાંદીપુરા વાયરસના રોગચાળાની સમીક્ષા કરી
ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગે બેઠક કરીને સમીક્ષા કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરો, કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી કામગીરીની વિગતો માગી હતી.
2004થી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ
પૂણેના રોકફેલર ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકોએ 1966માં ચાંદીપુરા વાયરસ હોવાનું પુરવાર કર્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલા વર્ષ 2004માં વાયરસ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ 2010માં ચાંદીપુરા વાયરસના 29 કેસમાંથી 17 બાળકોના મોત થયા હતા. વર્ષ 2019માં વડોદરાના ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. વર્ષ 2010માં ખેડા, વડોદરા અને પંચમહાલમાં ચાંદીપુરા વાયરસ જોવા મળ્યો હતો.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસની વિગત :
જિલ્લો કેસની સંખ્યા મોત
રાજકોટ 05 05
જામનગર 04 00
સાબરકાંઠા 04 02
અરવલ્લી 04 03
અમદાવાદ 04 03
પંચમહાલ 04 02
મોરબી 03 02
ગાંધીનગર 02 01
મહેસાણા 02 01
મહીસાગર 01 01
ખેડા 01 00
સુરેન્દ્રનગર 01 01
કુલ 35 21
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ