મહેસાણામાં રહેતા પાકિસ્તાની નાગરિકોના આયુષ્યમાન કાર્ડ નિકળ્યાં
લોંગ ટર્મ વિઝા પર રહેતાં પાકિસ્તાની નાગરિકોના આધારકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ નિકળવા અંગે તપાસ હાથ ધરાઈ

Lifetime cards of Pakistani citizens living in Mehsana were released

Lifetime cards of Pakistani citizens living in Mehsana were released
મહેસાણા જિલ્લામાં પાકિસ્તાની શરણાર્થી પરિવારના બોગસ દસ્તાવેજ નિકળ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 4 પાકિસ્તાની નાગરિકોના રેશનકાર્ડ, આધારકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ નિકળ્યા છે. લોંગ ટર્મ વિઝા પર રહેતા પાકિસ્તાની નાગરિકોના રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા બાદ આયુષ્યમાન કાર્ડ નિકળ્યા છે. ડીડીઓએ આરોગ્ય વિભાગને તપાસ હાથ ધરી અહેવાલ કરવા સૂચના આપી છે.
રેશનકાર્ડ અને આધારકાર્ડના આધારે મહેસાણા નજીક લાખવડમાં પાંચ વર્ષથી રહેતા 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્માનકાર્ડ નિકળી ગયા છે. પાકિસ્તાનથી આવ્યા બાદ લોંગ ટર્મ વિઝા પર લાખવડના સહકારનગરમાં 5 વર્ષથી રહેતા ઠાકોર ધરમાભાઈ નાથુભાઈએ 3 સભ્યોના મળી 4 આયુષ્માન કાર્ડ બનાવ્યા છે. તંત્રની બેદરકારીના કારણે આયુષ્યમાન કાર્ડ નીકળી જતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
શું કહે છે તાલુકા આરોગ્ય અધિકારી ? :
તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુહાગ શ્રીમાળીએ જણાવ્યુ કે, તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે કે મહેસાણાના તાલુકાના લાખવડના સહકારનગરમાં લોંગ ટર્મ વિઝા પર પાકિસ્તાની પરિવારના 6 સભ્યો રહે છે. જેમાંથી પરિવારની દીકરીના લગ્ન થતાં હાલમાં 5 સભ્યો વસવાટ કરે છે. આ પરિવારે વર્ષ 2021માં રેશનકાર્ડ કઢાવ્યુ હતુ. જે રેશનકાર્ડ 2023માં બંધ થઈ ગયુ હતુ. રેશનકાર્ડના આધારે આધારકાર્ડ અને આવકનો દાખલો પણ કઢાવ્યો હતો. 5 સભ્યોમાંથી 4 સભ્યના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા છે. આયુષ્યમાન કાર્ડના આધારે ભુરેબેન ઠાકોરે ગર્ભાશયનું આપરેશન પણ કરાવ્યુ છે. આ લોકો પાકિસ્તાના સિંધ પ્રાંતના છે અને હાલમાં શરણાર્થી તરીકે રહે છે.
રેશનકાર્ડ, આધારકાર્ડ અને આવકનો દાખલો પણ કઢાવ્યો :
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ અને આવકના દાખલો જરૂરી હોય છે. લોંગ ટર્મ વિઝા પર રહેતા પાકિસ્તાની નાગરિકોએ રેશનિંગ કાર્ડ, આધારકાર્ડ અને આવકનો દાખલો કઢાવી તેના આધારે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા છે. આ કાર્ડ કોણે કાઢ્યું અને આવકનો દાખલો કોણે બનાવી આપ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા મામલે રાજ્ય કક્ષાએથી જાણકારી માગવામાં આવી છે. ઠાકોર ધરમાભાઈ નાથુભાઈ, ઠાકોર ભુરીબેન ધરમુન, ઠાકોર મીનાકુમારી ધરમુન અને ઠાકોર મોહનલાલ ધરમુન નામના આયુષ્યમાન કાર્ડ નિકળ્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યુ ? :
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાએ જણાવ્યુ કે, આયુષ્યમાન કાર્ડ માટે રેશનકાર્ડ, આધારકાર્ડ અને આવકનો દાખલાના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે. પાકિસ્તાની શરણાર્થી પરિવારે ત્રણેય ડોક્યુમેન્ટ રજૂ કરતાં એજન્સીએ આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા હશે. નોડલ ઓફિસરને તપાસ સોંપીને ડીડીઓને અહેવાલ કરાશે. જ્યારે આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ કોણે અને ક્યારે કાઢી આપ્યા તેની તપાસ કરવામાં આવનાર છે.
બે વર્ષ અગાઉ ચૂંટણીકાર્ડ પણ નિકળ્યા હતા :
મહેસાણા શહેરમાં બે વર્ષ અગાઉ વર્ષ 2022માં સાંઈનાથ સોસાયટીમાં રહેતા પાકિસ્તાની શરણાર્થી પરિવારના 6 સભ્યોના ચૂંટણી કાર્ડ નિકળ્યા હતા. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 સભ્યો સામે જાણવા જોગ ફરિયાદ નોંધી SOGએ તપાસ હાથ ધરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ