આજથી કોલ્ડપ્લેનો હોટ ફીવર
2 દિવસમાં દેશ-વિદેશના 2 લાખથી વધુ ચાહકો અમદાવાદ પહોંચ્યા

કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિનની અડધી રાત્રે ટૂ-વ્હીલર પર સવારી

કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિનની અડધી રાત્રે ટૂ-વ્હીલર પર સવારી
બ્રિટિશ રોકબેન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ આગામી બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. કોલ્ડપ્લેની એક જ કોન્સર્ટમાં 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું સંભવતઃ પ્રથમવાર બનશે.
કોલ્ડપ્લેના ફીવરનો એ વાતથી અંદાજ લગાવી શકાય કે અત્યાર સુધી અમદાવાદ-મુંબઇ વચ્ચે 6, અમદાવાદ-દિલ્હી વચ્ચે 1 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇ, દિલ્હી, બેંગાલુરુ, પૂણે, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટે વન-વે એરફેર રૂપિયા 20 હજારથી વઘુ છે. કોન્સર્ટ જ્યાં યોજાવાની છે તે સ્ટેડિયમ તેમજ અમદાવાદની અનેક હોટેલો પણ બે દિવસ માટે હાઉસફૂલ થઇ ગઇ છે. સ્ટેડિયમ પાસે આવેલી સાવ સામાન્ય હોટેલોના ભાડા પણ રૂપિયા 10 હજાર જેટલા છે.
આજે અનેક સેલિબ્રિટી પણ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રૂપિયા 2500, રૂપિયા 3 હજાર, રૂપિયા 3500, રૂપિયા 4500, રૂપિયા 6500 અને રૂપિયા 12500 એમ વિવિધ દર ધરાવતી ટિકિટ હતી. શુક્રવારે સાંજે પણ ઓનલાઇન ટિકિટનો સ્લોટ શરૂ કરાયો હતો અને તેમાં રૂપિયા 12500ની ટિકિટ વેચાણમાં મૂકાઇ હતી. સાંજે 6 વાગ્યાથી શરૂ થનારી આ કોન્સર્ટમાં બપોરે 2 બાદ ચાહકોને એન્ટ્રી આપવાનું શરૂ કરાશે. અમદાવાદના સ્ટેડિયમમાં 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું છેલ્લે 19 નવેમ્બર 2023ના વન-ડે વર્લ્ડકપની ફાઇનલ વખતે બન્યું હતું.
કોલ્ડપ્લે શું છે
1 બ્રિટિશ રોકબેન્ડ કોલ્ડપ્લે 1997માં અસ્તિત્વમાં આવેલું. અગાઉ આ બેન્ડ સ્ટારફિશ તરીકે ઓળખાતું.
2 બેન્ડમાં પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બુકલેન્ડ, બેઝિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.
3 કોલ્ડપ્લેના મેમ્બર્સ એન્સિયન્ટ વર્લ્ડ સ્ટડીઝ, એસ્ટ્રોનોમી અને મેથેમેટિક્સમાં ડિગ્રી ધરાવે છે.
4 કોલ્ડપ્લેને રેકોર્ડ 30 વખત નોમિનેશન મળ્યું છે અને 9 વખત એવોર્ડ હાંસલ કર્યા છે.
5 100 મિલિયન કરતાં વઘુ આલ્બમ્સનું વેચાણ થયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.